અમરેલી

મહુવા-સુરત વચ્‍ચે દોડતી ટ્રેનને લીલીયામોટા સ્‍ટોપ આપવામાં નહીં આવે તો થશે આંદોલન

અમરેલી જિલ્‍લાની જનતાને છેલ્‍લા ર0 વર્ષથી રાજનેતાઓ બ્રોડગેજ રેલ્‍વેરૂપી ચાંદ હથેળીમાં બતાવીને લોકસભાની ચૂંટણીમાં મત મેળવીને બાદમાં જનતાને ઠેંગો બતાવી દેવામાં આવી રહયો છે. ડો. જીવરાજ મહેતાના સ્‍વપ્‍નસમી અમરેલી નગરીને તો કયારેય બ્રોડગેજ રેલ્‍વે મળશે તે તો રામ જાણે પણ અમરેલી નજીક આવેલ લીલીયામોટા ગામને પણ રેલ્‍વેનો કોઈ લાભ મળતો નથી.

લીલીયામોટાના રેલ્‍વે સ્‍ટેશનથી મહુવા-સુરત રૂટની ટ્રેન પસાર તો થાય છે. પરંતુ, સ્‍ટોપ ન હોવાથી ગામજનોને માત્ર ટ્રેનના દર્શન જ કરવાના રહે છે. અને આવું દામનગર વાસીઓને પણ થઈ  રહયું છે.

દરમિયાનમાં લીલીયા મોટાનાં વૃંદાવનસેવા ટ્રસ્‍ટ દ્વારા સ્‍થાનિક રેલ્‍વે અધિકારીને આવેદનપત્ર પાઠવીને મહુવા- સુરત રૂટની ટ્રેનને સ્‍ટોપ આપવાની માંગ કરવામાં આવી છે. અન્‍યથા ગાંધી ચિંઘ્‍યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

Related Posts