fbpx
બોલિવૂડ

‘મહેંદી હૈ રચનેવાલી’ સીરિયલના એક્ટર્સ અને ક્રૂ મેમ્બર્સ થયા કોરોના સંક્રમિત

આજકાલ દેશમાં કોરોના વાયરસના કેસમાં ભારે ઉછાળો જાેવા મળી રહ્યો છે. સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યા છે ત્યારે મનોરંજન ઈન્ડસ્ટ્રીના કલાકારો પણ સંક્રમિત થવામાંથી બાકાત નથી. છેલ્લા થોડા દિવસથી લગભગ રોજેરોજ ફિલ્મ કે ટેલિવિઝનનો કોઈ એક્ટર કે ક્રૂ મેમ્બર કોરોના પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી મળી રહી છે. સીરિયલ ‘મહેંદી હૈ રચનેવાલી’ના કેટલાક કલાકારો અને ક્રૂ મેમ્બર્સ કોરોનાથી સંક્રમિત થયા છે. આ શોનું શૂટિંગ કોલ્હાપુરમાં ચાલી રહ્યું છે.

કોઈ શોના સેટ પર નોંધાયેલા આ સૌથી વધુ કોરોનાના કેસ છે. “બુધવારે અને ગુરુવારે શૂટિંગ અટકી ગયું હતું અને શુક્રવાર સવારથી ફરી શરૂ થાય તેવી અપેક્ષા છે. શોના લીડ એક્ટર્સ અને અન્ય મુખ્ય પાત્રો ભજવતાં કલાકારો સદ્‌નસીબે નેગેટિવ છે અને તેઓ શૂટિંગ આગળ વધારી શકે છે.”

આ શોના પ્રોડ્યુસર સંદીપ સિકંદે ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપતાં કહ્યું, “ટીવી શો મહેંદી હૈ રચનેવાલીના કેટલાક કલાકારો અને ક્રૂ મેમ્બર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તમામ અસિમ્પ્ટોમેટિક છે. તમામને મેડિકલ હેલ્પ આપવામાં આવી છે અને હાલ ક્વોરન્ટીન થયા છે. કોલ્હાપુર મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરી દેવાઈ છે. નિયમ પ્રમાણે સેટને સેનિટાઈઝ કરાયો છે અને દવા છાંટી દેવાઈ છે. અમે સતત આખી ટીમના સંપર્કમાં છીએ કારણકે તેમનું સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા છે. અમે સુરક્ષા આપવા વરેલા છીએ અને સત્તાધીશો દ્વારા અપાયેલા તમામ માપદંડોનું પાલન કરી રહ્યા છીએ.”

Follow Me:

Related Posts