fbpx
ગુજરાત

મહેમદાબાદના વરસોલા ગામે ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપાયોખેડા જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે ઉઠતાં અનેક સવાલ

ખેડા જિલ્લો ડુપ્લીકેટ ખાદ્યપદાર્થોનું હબ બની રહ્યું છે. મહેમદાબાદના વરસોલા ગામે ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઘી નો જથ્થો પોલીસે પકડી લેતા ખેડા જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. ખેડા જિલ્લામાં નકલી અખાદ્ય ચીજવસ્તુઓના ગોરખધંધા એકબાદ એક સામે આવી રહ્યા છે. નકલી હળદર, નકલી ઘી અને નકલી ઈનો બાદ વધુ એક વખત શંકાસ્પદ ઘી નો જથ્થો મહેમદાબાદ પોલીસે પકડી પાડયો છે. આ કામગીરીને લઈને ખેડા જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ વધુ એક વખત ઊંઘતું ઝડપાયું છે.

દિવાળી નજીક છે ત્યારે ગુજરાતમાં અખાદ્ય ચીજવસ્તુઓનો વેપલો પુરજાેશમાં ચાલી રહ્યો છે. ત્યારે ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના વરસોલા ગામની જીઆઈડીસીમાં મહેમદાબાદ પોલીસે બાતમીના આધારે દેશી ગાયનું ઘી અને વનસ્પતિ ઘી બનાવતી ફેક્ટરીમાં સર્ચ હાથ ધર્યું હતું. જ્યાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ઘી પોલીસને મળી આવ્યું હતું. પોલીસને આ શંકાસ્પદ ઘીના જથ્થો નકલી હોવાની શંકા જતાં નડિયાદ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરાઈ હતી. હાલ ખેડા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઘી ના સેમ્પલ લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જાેકે આ બનાવમાં ખેડા જિલ્લા ફૂડ ઍન્ડ ડ્રગ વિભાગ ફરી એકવાર ઊંઘતું ઝડપાયું છે. હજી ગયા સપ્તાહે જ માતર જીઆઈડીસીમાંથી નકલી ઈનો મળી આવ્યો હતો. જે બાદ આ નકલી ઘી તો અગાઉ નડિયાદમાંથી નકલી હળદર, નકલી મરચું, નકલી ઘર વપરાશના મસાલા મળી આવ્યા હતા. ત્યારે દિવાળીના તહેવાર સમયે વધુ એક વખત આવા વેપલો ખુલ્લો પડ્યો છે. હાલમાં ફેકટરીમાં મહેમદાવાદ પોલીસ અને જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે. જાેકે આ ઘી ના સેમ્પલો લઈ એફ.એસ.એલ માં મોકલવા આવ્યા છે હવે ફૂડ વિભાગ દ્વારા રીપોર્ટ આવ્યા બાદ માલૂમ પડશે કે આ ઘીમાં કોઈ મિલાવટ છે કે કેમ.? દિવાળીના તહેવારમાં નાગરિકોને શુદ્ધ અને સલામત ખાદ્ય પદાર્થો મળે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સતર્ક બન્યું છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પાલનપુર અને ડીસા ખાતે કરાયેલી બે સફળ રેઈડમાં મીઠાઈ અને ઘી સહિત રૂ. ૯.૨૯ લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારમાં ગુજરાતના નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે રાજ્યનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સતર્ક છે. તાજેતરમાં જ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની પાલનપુર વર્તુળ કચેરી દ્વારા મે. શ્રી પદમનાથ ફૂડ પ્રોડક્ટસ અને મે. ખંડેલવાલ ડેરી પ્રોડકટસ નામની બે પેઢીમાં સફળ રેઇડ કરતા આશરે રૂ. ૨.૪૯ લાખની કિંમતનો ૫૬૭ લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો તેમજ આશરે રૂ. ૬.૮૦ લાખની કિંમતનો ૩૮૪૯ કિ.ગ્રા શંકાસ્પદ મીઠાઈ અને ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આમ, આ બંને રેઇડને મળી કુલ રૂ. ૯.૨૯ લાખની કિંમતનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts