મહેમદાવાદમાં કૂતરાની બાબતે બે પાડોશીઓ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો
મહેમદાવાદ શહેરના ટ્રીનીટી સ્કૂલ પાછળ ખાડ વાઘરીવાસમાં રહેતા ગોપાલભાઈ દેસાઈભાઈ વાઘેલા પોતાના ઘરેથી ગામમાં શાક નાખવાનો મસાલો લેવા નીકળ્યા હતા. આ દરમિયાન પડોશમાં રહેતા સંજયભાઈ રમણભાઈ વાઘેલાના ઘર પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે આ સંજયભાઈ પાળેલા શ્વાન ગોપાલભાઈને જાેઈ એકાએક ભસવા લાગ્યું હતું. અને અચાનક આ શ્વાન તેઓની પાછળ દોડ્યું હર્તુ આથી ગોપાલભાઈએ આ શ્વાનને પથ્થર ઉગમતા કારીબેન પ્રવીણભાઈ વાઘેલા એકદમ ઉશ્કેરાઇ જઇ ગોપાલભાઈને ગમેતેમ ગાળો બોલવા લાગ્યા હતા.
આ વાતનુ ઉપરાણું લઇ આવી રોહિત પ્રવીણભાઈ વાઘેલા તથા પપ્પુભાઈ પ્રવીણભાઈ વાઘેલા અને અંકિતભાઈ સંજયભાઇ વાઘેલા એકદમ દોડી આવી ગોપાલભાઈને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. નજીકમાં રહેતા ગોપાલભાઈના ભાભી ટીનીબેન મહેશભાઇ વાઘેલા તથા ગોપાલભાઈના મામા જેસીંગભાઇ વાઘેલા આવી પહોંચતા ગોપાલભાઈને વધુમાં મારથી છોડાવ્યા હતા. આક્રોશમાં આવેલા ઉપરોક્ત ચારેય ઈસમોએ ટીનીબેન તથા જેસીંગભાઇને લોખંડનો સળીયો અને કોદાળી લઈ આવી હૂમલો કર્યો હતો?. આથી ટીનીબેન તથા જેસીંગભાઇ બંને ગંભીર રીતે ઘવાયા હતા.
આ બનાવ સંદર્ભે ગોપાલભાઈ દેસાઈભાઈ વાઘેલાએ હુમલાખોર કારીબેન વાઘેલા, રોહીત વાઘેલા, પપ્પુ વાઘેલા અને અંકેશ વાઘેલા સામે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.મહેમદાવાદમાં બે પાડોશીઓ વચ્ચે નજીવી બાબતની તકરારમાં હુમલો થયો હતો. પાળેલા શ્વાન બાબતે ચાર લોકોએ ત્રણને ગંભીર માર મારતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. આ આ ત્રણ પૈકી બે ઉપરતો લોખંડનો સળીયો અને કોદાળી વડે હુમલો કરાતા આ મામલે ચાર હુમલાખોરો સામે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ જવા પામી છે.
Recent Comments