fbpx
ગુજરાત

મહેમદાવાદમાં ગુમ થયેલ બાળકને પોલીસે અમદાવાદથી શોધી કાઢ્યો

મહેમદાવાદ શહેરના એક વિસ્તારમાં રહેતો ૧૨ વર્ષીય બાળક સોમવારે સ્કુલે ગયા બાદ એકાએક લાપતા બન્યો હતો. આ બાળક ઘરે પરત ન ફરતા ચિંતાતૂર બનેલા બાળકના માતા-પિતા મહેમદાવાદ પોલીસ મથકે દોડી આવ્યા હતા. પોલીસે ઈપીકો કલમ ૩૬૩ ગુનો નોંધી જીણવટતપાસ હાથ ધરી હતી. પોલીસે ગુનાની ગંભીરતા સમજી આ બાળકની ભાળ મેળવવા અલગ અલગ ટીમો પણ બનાવી તપાસ આદરી હતી પોલીસે સમગ્ર રૂટના સીસીટીવી કેમેરા તથા બાળકના ફોટાવાળા પેમ્પલેટ છપાવવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી ગુમ થયેલા બાળકની ભાળ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. આ દરમિયાન ગુમ થયેલો બાળક અમદાવાદના મણિનગર ખાતેથી મળી આવ્યો હતો.

મહેમદાવાદ પોલીસે આ બાળકનો કબજાે મેળવી તેના માતા-પિતા સાથે મેળાપ કરાવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ વર્તુળમાંથી મળતી માહિતી મુજબ આ બાળકના વાલીએ કોઈ કારણોસર ઠપકો આપતા બાળકને લાગી આવતા તેણે ઘર છોડ્યું હોવાનું જાણવા મળે છે.ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે રહેતો એક ૧૨ વર્ષિય બાળક સ્કુલે ગયા બાદ લાપતા બનતા સ્થાનિક પોલીસે ગણતરીના કલાકોમાં આ બાળકની ભાળ મેળવી તેના પરિવારને સુપરત કર્યો છે. મહેમદાવાદ પોલીસે સીસીટીવી ફૂટેજ તથા સોશિયલ મીડિયા મારફતે ગુમ થયેલા બાળકને ભાળ મેળવવામાં સફળતા મેળવી છે.

Follow Me:

Related Posts