fbpx
ગુજરાત

મહેળાવ પાસે લૂંટના ૨.૭૫ કરોડના હિરાનો ભાગ કરનારા પર પોલીસ ત્રાટકી ૯ને પકડી પાડ્યાં

અમદાવાદના કોઠ પોલીસ હદમાં ગુંદી ગામ પાસે મધરાતે બસમાં પિસ્તોલની અણીએ રૂ.૨.૭૫ કરોડના હિરાની લૂંટ ચલાવી હતી. આ લૂંટારૂં ગેંગ મધરાતે મહેળાવ પોલીસે લૂંટના હિરાના ભાગ પાડતાં હતાં તે સમયે આણંદ જિલ્લાની પોલીસની ટીમે ત્રાટકી ૯ શખસને પકડી પાડ્યાં હતાં. જાેકે, અંધારાનો લાભ લઇ કેટલાક ભાગી ગયાં હતાં. અમરેલીથી સુરત જતી રામદેવ ટ્રાવેલ્સમાં ગુજરાત આંગડીયા તેમજ અક્ષર આંગડીયાના ચાર કર્મચારીને હથિયાર બતાવી રૂ.૨.૭૫ કરોડના હિરાની સનસનાટીભરી લૂંટ થયાનો બનાવ બન્યો હતો.

અમરેલીથી રામદેવ ટ્રાવેલ્સની બસ ઉપડી તે સમયે લૂંટારૂ ગેંગના ૧૧ જેટલા સભ્યો હથિયાર સાથે પહેલેથી જ બસમાં મુસાફર તરીકે બેસી ગયાં હતાં. બાદમાં કોઠ પોલીસ સ્ટેશનની હદમાં ગુંદી ગામ પાસે રાતે તેઓએ પ્રથમ બસના ચાલકને પિસ્તોલ બતાવી બસને રોકાવી હતી. બાદમાં આંગડીયાના કર્મચારીને પિસ્તોલ બતાવી રૂ.૨.૭૫ કરોડના હિરાની સનસનાટી ભરી લૂંટ કરી પોતાની ગાડીમાં ભાગી ગયાં હતાં. આ ઘટનાની ગંભીરતાના પગલે પોલીસ મહાનિરીક્ષક વી.ચંદ્રશંકર દ્વારા અમદાવાદ ગ્રામ્ય, ખેડા તેમજ આણંદ જિલ્લામાં તાત્કાલીક નાકાબંધીનો આદેશ આપ્યો હતો. આ આદેશના પગલે આણંદ જિલ્લા પોલીસ વડા પ્રવિણકુમાર, અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અમિત વસાવાના માર્ગદર્શન હેઠળ આણંદ સ્થાનિક ગુના શોધક શાખા સહિત વિવિધ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાનમાં મહેળાવ પોલીસે લૂંટારૂં ગેંગ હિરાના ભાગ પાડતી નજરે પડી હતી.

આથી, તુરંત આ વિસ્તારને કોર્ડન કરી છાપો માર્યો હતો. પરંતુ અંધારામાં પોલીસ અને લૂંટારૂ ગેંગ વચ્ચે ઝપાઝપીના અંતે નવને પકડી પાડવામાં સફળતા મળી હતી. આ તમામ પાસેથી પોલીસે રૂ.૨.૭૫ કરોડના હિરા કબજે કર્યાં હતાં. જ્યારે કેટલાક શખસ ભાગી ગયાં હતાં. આ દરોડામાં પોલીસે નવ શખસ ઉપરાંત ચાર ગાડી, બે પિસ્તોલ, એક દેશી કટ્ટો, મરચાની ભુક્કી, સેલોટેપ, હાથના ગ્લ્વઝ, કાળા કલરના માસ્ક, મોબાઇલ વિગેરે કબજે કર્યાં હતાં. એલસીબીએ પકડાયેલા શખસોની પૂછપરછ કરતાં રામદેવ ટ્રાવેલ્સમાં અગાઉ મુનીમ તરીકે નોકરી કરતા અને લૂંટના માસ્ટર માઇન્ડ હિરેન (રહે.સુરત) દ્વારા મહારાષ્ટ્ર, માલેગાંવ તથા નાસીકથી માણસો બોલાવી ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં હજુ કુલ છ શખસ ફરાર છે. જેમને પકડવા તજવીજ હાથ હાથ ધરી છે.

Follow Me:

Related Posts