અમરેલી

મહેશભાઈ કસવાળાએ ચૂંટણી સમયે આપેલા વચનો પાળી બતાવવા માટે ભગીરથ પ્રયાસો શરૂ કર્યા

સાવરકુંડલા લીલીયા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનીને લડવા આવેલા મહેશભાઈ કસવાળાએ ચૂંટણી સમયે આપેલા વચનો પાળી બતાવવા માટે ભગીરથ પ્રયાસો શરૂ કરી દીધા છે જેના ભાગરૂપે ચૂંટણી ઢંઢેરો નહિ પણ ચૂંટણી વખતે આપેલા વચનો પ્રજાના પ્રતિનિધિ બનીને પાળવાની બાહેંધરી આપેલી કે સાવરકુંડલા શહેરની નાવલી નદી ફરી 24 કલાક અને 365 દિવસ ખળખળ વ્હેતી રહે તેવા પ્રયત્ન ચૂંટણી જીતીને કરી બતાવીશ ત્યારે વિરોધીઓ ટીવી ડિબેટમાં વાતો કરનારા નેતા ટીવી માં ચાલે જમીન પર નહિ ની વાતો ફેલાવતા વિરોધીઓ માટે લપડાક મારતાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળા એ  સાવરકુંડલા ના હાથસણીના શેલ દેદુમલ ડેમ ફરતે હાલ દીવાલ નું કામ શરૂ કરાવી ને શેલ દેદુમલ ડેમનું પાણી સાવરકુંડલા ના સુકનેરા ડેમ ને પાણી મળતું થાય.

સાવરકુંડલા શહેરની મધ્ય માંથી પસાર થતી સુપ્રસિદ્ધ નાવલી નદી કાયમ માટે વ્હેતી થવાના સ્વપ્નો સાકાર થાય તે માટેના ધારાસભ્ય કસવાળાએ કરેલા અડગ નિર્ધાર ને સાર્થકતા મળે તેવા પરિણામ લક્ષી કાર્ય માટે સિંચાઇ વિભાગના અધિકારીઓને સાથે રાખીને શેલ દેદુમલ ડેમ અને સુકનેરા ડેમના ચાલતા દિવાલના કામની મુલાકાત લઈને પહેલા ડેમની સાઇડો પાકી કરી બાદ ડેમ નું  પાણી નાવલી નદીમાં વ્હે તે માટેના કરેલા પ્રયાસો ના ભાગરૂપે જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ શરદ પંડ્યા, મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા, પાલિકાના સદસ્ય કિશોરભાઈ બૂહા, મેહુલભાઈ ત્રિવેદી, લાલભાઈ ગોહિલ, વેપારી સેલના સભ્ય સંદીપભાઈ ભટ્ટ સંગાથે રહીને વચનબદ્ધ ધારાસભ્ય મહેશ કસવાળાની કર્તવ્ય નિષ્ઠા ને બિરદાવી હતી ત્યારે એક વાત તો માનવી જ પડે કે સાવરકુંડલા શહેર તાલુકાનો પાણીનો પ્રાણ પ્રશ્નો જળ મૂળથી ઉકેલવાના પ્રયત્નો શરૂ કર્યા છે સફળતા અને નિષ્ફળતાએ સિક્કાની બે બાજુ છે પણ ધારાસભ્ય મહેશ કસવાળાનો પ્રયાસ બિલકુલ પ્રમાણિક નિષ્ઠા પૂર્વકનો છે તે આંખે ઉડીને આંખે વળગે છે તે વાસ્તવિકતા સ્વીકારવી જ રહી.

Related Posts