મહેસાણાના આખજ ગામે પાર્ક કરેલી ગાડી એકાએક સળગી ઉઠી, ફાટર ફાઇટરોએ કાબુ મેળવ્યો
મહેસાણા જિલ્લાના આખજ ગામે વાડીમાં એક સત્કાર સમારોહ યોજાયો હતો. આ સત્કાર સમારોહમાં ગાડી સળગ્યાંની માઇકમાં જાહેરાત થતા હાજર લોકોમાં દોડધામ મચી હતી. જ્યાં વાડીની બહાર જાેતા ગોજારીયાના લાલા પ્રજાપતિની અલ્ટો કાર અગમ્ય કારણોસર એકાએક સળગી ઉઠી હતી. કારમાં આગ લાગવાને પગલે સ્થાનિક વિસ્તારમાં અગ્નિશામકની કોઈ વ્યવસ્થા ન હોવાથી વાડીમાંથી પાણીની પાઇપ દ્વારા આગ બુઝવવાં પ્રયાસો કરાયાં હતા. આગ ઉપર કાબુ ન આવતાં આખરે મહેસાણા ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યું હતું.
ફાયર ફાઈટરની ટીમે ઘટનાસ્થળ ઉપર આવી કારમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગને પગલે ગાડી બળીને ખાખ થઇ હતી. વધુમાં મળતી માહિતી મુજબ, ૨૦૧૬ મોડલની સીએનજી કારમાં લાલા પ્રજાપતિ અને બે બાળકો સહિત ચાર લોકો ગોઝારીયાથી આખજ ગામે સત્કાર સમારોહમાં આવ્યા હતા. જ્યાં અડધો કલાક બાદ પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી હતી. જાે કે આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
Recent Comments