મહેસાણાના કડીના રાજપુર ગામે ક્વાલીના કાર્યક્રમમાં મારામારી, ૧૦ને ઈજા
રાજ્યમાં અવારનવાર જૂથ અથડામણની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના મહેસાણામાં પણ સામે આવી છે. મહેસાણાના કડીના રાજપુર ગામે ક્વાલીના કાર્યક્રમમાં મારામારી ઘટના સામે આવી છે. જેમાં ચાલુ કાર્યક્રમમાં મારામારી થતા લોકોમાં ભાગદોડના થઈ હતી. ભાગદોડ થતાં ૧૦ લોકોને નાની મોટી ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યુ છે. તારીખ ૨૯ ઓગસ્ટની રાત્રે કાર્યક્રમ યોજાયો હતો. ચાલુ કાર્યક્રમમાં બહારથી આવેલા દર્શકોને માર મારતા લોકોમાં ભાગદોડ થઈ હતી. ચાલુ કાર્યક્રમમાં મારામારીમાં ખુરશીઓ ઉડી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
મારામારીની ઘટના વહેલી સવારે ૪ વાગે બની હતી. મળતી માહિતી અનુસાર સમગ્ર મામલે હજુ કોઈ પોલીસ કાર્યવાહી થઈ નથી. તો આ તરફ આજે નવસારીના જલાલપોરના ડાભેલ ગામમાં મોડી રાત્રે જૂથ અથડામણની ઘટના બની છે. આ જૂથ અથડામણ મારામારીમાં સોકત એકલવાયા અને આરીફ વાઝાનામના શખ્સોએ ઈજાગ્રસ્ત થયા છે. આ અગાઉ પણ સૌકત એકલવાયા પર અનેક ગુના નોંધવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના અંગે મરોલી પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે.
Recent Comments