fbpx
ગુજરાત

મહેસાણાના કડી અને વડનગરના મૌલિપુરમાં ઓરીના ૧૪ શંકાસ્પદ કેસ સામે આવ્યા

અમદાવાદ બાદ મહેસાણા જિલ્લામાં ઓરીના શંકાસ્પદ કેસોએ ઉથલો માર્યો છે.કડી અને વડનગર નું મૌલિપુર ગામ ઓરીનું એપિસેન્ટર બન્યું છે.બને જગ્યાઓ પર ઓરીના ૧૪ શંકાસ્પદ કેસ સામે આવતા મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા છે. બંને જગ્યાઓ પર આરોગ્યની ટિમો સર્વેલન્સ અને ઓરી રસીકરણની કામગીરી પુરજાેશમાં હાથ ધરવામાં આવી રહી છે. મહેસાણા જિલ્લાના કોરોનાના અને આરોગ્ય કર્મીઓની ૫૬ દિવસની હડતાળ પગલે ઓરી રસીકરણ વિક્ષેપ પડ્યો હતો.આ વિક્ષેપની અસર હવે બહાર આવી રહી છે.

જિલ્લામાં કોરોનાના મહામારીના કપરા બે વર્ષ અને તે બાદ આરોગ્ય કર્મીઓની ૫૬ દિવસની હડતાળ થી જિલ્લા ની મોટા ભાગની આરોગ્ય ની સેવાઓ ને માઠી અસર પહોંચી હતી.તેમાં સૌથી વધુ અસર ઓરીના રસીકરણ ને પહોંચી છે.આ બાબતની ગંભીરતા લેવાતા આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં કામગીરી ચાલુ કરવામાં આવી છે. જિલ્લામાં સર્વેલન્સ હાથ ધર્યું છે જેમાં કડી શહેરી વિસ્તારમાં ૯ જેટલા ઓરીના શંકાસ્પદ કેસ જાેવા મળ્યા છે. ત્યારે મોલિપુર ગામમાં પમ ઓરીના પાંચ શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય ટિમો હરકત માં આવી છે.

Follow Me:

Related Posts