મહેસાણાના ખેરાલુ હાઇવે પર એક અકસ્માતમાં બાઇક ચાલકનું મોત
મહેસાણાના ખેરાલુમાં સતલાસણા હાઇવે પર અકસ્માતમાં પોલીસ કર્મચારીનું મોત થયું છે. અરઠી અને કાદરપુર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા મોત થયું હતુ. બાઇક પર પોલીસ કર્મચારીને તેની પત્ની સવાર હતી. પોલીસ કર્મચારીની પત્નીના હાથના ભાગે ઇજા થઈ હતી. મહેસાણાના ખેરાલુમાં સતલાસણા હાઇવે પર અકસ્માતમાં પોલીસ કર્મચારીનું મોત થયું છે. અરઠી અને કાદરપુર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા મોત થયું હતુ. બાઇક પર પોલીસ કર્મચારીને તેની પત્ની સવાર હતી.
પોલીસ કર્મચારીની પત્નીના હાથના ભાગે ઇજા થઈ હતી. પોલીસ કર્મચારીનું અકસ્માતમાં મોત થતાં પોલીસ દોડતી થઈ ગઈ છે અને પોલીસ કર્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસ કર્મીને પણ ૧૦૮ના કર્મચારીઓએ તાત્કાલિક સારવાર આપી જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે બચી શક્યો ન હતો. સાબરકાંઠાના હિંમતનગર ઇલોલ રોડ પર ઇકો કાર અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો છે. રોડ પર ઇકોચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત થયો છે. બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હિંમતનગરના ઇલોલ રોડ પર અવારનવાર અકસ્માત સર્જાય છે. આ અકસ્માત સર્જાતા હોવાના પગલે સ્પીડ બ્રેકરની માંગ કરવામાં આવી છે.
Recent Comments