ગુજરાત

મહેસાણાના છઠીયારડાના પુલ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત

મહેસાણાથી રાધનપુર રોડ પર આવેલા છઠીયારડાના પુલ પર આજે ટ્રક અને એક ગાડી વચ્ચે અકસ્માત થયો હતો. પુલ પર અકસ્માત થવના કારણે હાઇવે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જાેકે, સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઇ નહોતી.

મહેસાણાથી થોડે દુર આવેલા છઠીયારડા અને પંચોટ વચ્ચે આવેલા પુલ પર આજે સવારે અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં એક ટ્રક અને એક ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાંમાં કોઈ જાનહાનિ પહોંચી નહોતી.

અકસ્માતના સમયે ગાડી ચાલક અને ટ્રક ચાલક રોડ વચ્ચે એક બીજાને ભીંડાઈ ગયા હતા, જેના કારણે હાઇવે પર બંને બાજુ મોટી સંખ્યામાં ગાડીઓની દૂર સુધી લાઈનો જાેવા મળી હતી. જેથી મહેસાણા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો હતો.

Follow Me:

Related Posts