પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણાના વિસનગર-ઊંઝા હાઈવે પર અકસ્માતમાં ૧નું મોત નિપજ્યું છે. ઉજ્જૈનથી પરત ફરી રહેલા પરિવાર અકસ્માતનો ભોગ બન્યો હતો. અકસ્માતમાં ૮ વર્ષના બાળકનું મોત થયું હતું અને ૭ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા જીલ્લામાં ગઈકાલે વિસનગર-ઊંઝા હાઈવે પર કારના ડ્રાઈવરનું સ્ટિયરિંગનું સંતુલન ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત સર્જાતા ૮ વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું અને ૭ લોકો ઘાયલ થયા હતા. ઉજ્જૈનથી પરત આવી રહેલા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. ઇજાગ્રસ્તોને સારવાર માટે ઊંઝા બાદ ધારપુર ખસેડાયા છે. પરિવારમાં હાલ માતમ છવાયો છે.
મહેસાણા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. વડોદરા જીલ્લામાં શિનોરમાં સીમળી અને સેગવા ચોકડા વચ્ચે આજે નૂતન વર્ષના પ્રારંભે અકસ્માતમાં ૩ના કમકમાટીભર્યા મોત થયા હતા. અકસ્માતમાં ૩ના મોત, ૧ બાળક સહિત ૨ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ગંભીર ઇજાગ્રસ્ત બાળકને વડોદરામાં જીજીય્ હોસ્પિટલ ખસેડાયું છે. હાલ બાળક ગંભીર છે તેમજ બે મહિલાઓને નાની ઈજા પહોંચી છે. ડભોઇના વણાદરાથી શિનોરના સીમળી ગામે પોતાની સાસરીમાં જમાઈ આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. વડોદ ગામ નજીક ઓવર બ્રિજ પાસે ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. બે બાઇક અકસ્માતમાં બેના મોત થયા છે. લીંબડી-ચુડા હાઇવે પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. હોમગાર્ડ જવાન સહિત બે યુવકોના મોત નીપજ્યા છે. એક વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.



















Recent Comments