મહેસાણાની કડી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈનીતિન પટેલે પાલિકાની ચૂંટણી બાદ કડી પાલિકાના હોદ્દેદારોને ટકોર કરી
મહેસાણાની કડી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ હતી. કડી નગરપાલિકા પ્રમુખ તરીકે અનસુયાબેન અરવિંદભાઈ પટેલ, ઉપ પ્રમુખ તરીકે અરવિંદભાઈ પંડ્યા અને કારોબારી ચેરમેન તરીકે જીગ્નેશભાઈ સોમભાઈ પટેલની વરણી કરાઈ છે. ત્યારે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પાલિકાની ચૂંટણી બાદ કડી પાલિકાના હોદ્દેદારોને ટકોર કરી છે. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું પાલિકાની ચુંટણી બાદ નવા હોદ્દેદારોને મોટી સલાહ આપી છે. તેઓએ કહ્યું કે, કડી પાલિકામાં હોદ્દેદારના સગાઓ હસ્તક્ષેપ ના કરે, જેને હોદ્દો મળ્યો છે એના પરીજનો હસ્તક્ષેપ ના કરે.
જેને સત્તા છે એ જ કામ કરે. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું પાલિકાની ચુંટણી બાદ નિવેદન સામે આવ્યું છે. તેઓ નવા હોદ્દેદારોને ટકોર કરતા કહ્યું કે, કડી પાલિકામાં હોદ્દેદારના સગાઓ હસ્તક્ષેપ ના કરે. જેને હોદ્દો મળ્યો છે એના પરીજનો હસ્તક્ષેપ ના કરે. જેને સત્તા છે એ જ કામ કરે. કોઈ જગ્યાએ કાળો ડાઘ ના લાગે એનું ધ્યાન રાખો. હોદ્દેદારોના પરીજનોને મારી વિનંતી કે હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. બને ત્યાં સુધી નગરપાલિકામાં ના આવો તો વધુ સારું રહેશે. આમ, નીતિન પટેલે મહિલા પ્રમુખ બનેલા અનસૂયા અરવિંદભાઈ પટેલ સહિત ચુંટાયેલા હોદ્દેદારોને ટકોર કરી હતી.
સાથે જ પાલિકાના મહિલા કોર્પોરેટરોને પણ ટકોર કરી હતી. કડી નગરપાલિકા અને કડી તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે અનસુયાબેન અરવિંદભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અરવિંદભાઈ પંડ્યાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. સાથે સાથે કડી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કવિતાબેન હેમંતકુમાર પટેલ અને ઉપપ્રમુખ તરીકે મેહુલજી ઠાકોર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. સામે કોઈએ ફોર્મ ન ભરતા કડી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાઈ આવતા કાર્યકરો કોર્પોરેટરો અને તાલુકા સદસ્યોએ પ્રમુખ ઉપપ્રમુખને શુભકામનાઓ પાઠવી હતી.
Recent Comments