fbpx
ગુજરાત

મહેસાણામાં અજાણ્યા યુવકની લાશ મળી આવી, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું

મહેસાણાના કડીના ખેરપૂરની સીમમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. લાશની ઉપર ઈજાઓના નિશાન જાેવા મળ્યા હતા. યુવકની હત્યા કે અકસ્માત અંગે સવાલ ઉઠી રહ્યા છે. અંદાજે ૩૫ વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. યુવકના માથાના અને શરીરના અન્ય ભાગોએ ઈજાઓ જાેવા મળી છે જેને કારણે યુવકની હત્યા થઈ હોવાની શક્યતા સેવાઈ રહી છે. મૃતદેહને નંદાસણ સિવિલમાં પીએમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ યુવકના મોત અંગે સાચી માહિતી સામે આવશે. નંદાસણ પોલીસે યુવકની ઓળખ અંગે કાર્યવાહી શરૂ કરી છે.

Follow Me:

Related Posts