મહેસાણા શહેરમાં અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાયો હતો. રોડ શોમાં ભાગ લેવા આવતા કાર્યકરોને આમ
આદમી પાર્ટીના ઝંડા તેમજ પરિવર્તન યાત્રા રેલીના અનુસંધાન તિરંગાનું વિતરણ જૂના બસ સ્ટોપના ગેટ નં-૧
પાસે કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન રાષ્ટ્ર ધ્વજના વિતરણ દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ તિરંગાને પગ
નીચે મુકી અપમાન કરી રહ્યો હતો. જે વીડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા સમગ્ર મામલો સામે આવતા
મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકના પી.આઈ બી.એમ.પટેલે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ભારતીય ધ્વજધારા ૨૦૦૨
અન્વયે રાષ્ટ્રીય સન્માન પરત્વે આપમાનનો કાયદો ૧૯૭૧ની કલમ ૨ મુજબ ફરિયાદ નોંધાવી હતી.મહેસાણા
શહેરમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સિવિલથી તોરણવાડી
માતા ચોક સુધી રોડ શો યોજી તિરંગા યાત્રા નીકાળી હતી. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી
પડ્યા હતા. જાેકે, કોઈ અજાણ્યા ઇસમે તિરંગા યાત્રા પહેલા જ પોતાના પગ નીચે રાષ્ટ્રી ધ્વજને મૂકી અપમાનીત
કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
Recent Comments