મહેસાણામાં આખરે સિટીબસ સેવા બંધ કરવામાં આવી
મહેસાણામાં શહેરીજનો અને પ્રવાસીઓ માટે માઠા સમાચાર, શહેરમાં સિટીબસ સેવા બંધ કરવામાં આવી છે. કોન્ટ્રાકટરને બિલની ચૂકવણી ના કરવામાં આવતા આખરે આ સેવા બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. બસ સેવા બંધ થવાથી શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. સિટીબસ સેવાનો કોન્ટ્રાકટ એક એજન્સીને આપવામાં આવ્યો હતો. પરંતુ નગર પાલિકાએ આ એજન્સીને લાંબા સમયથી બિલની ચૂકવણી કરી નથી. લગભગ ૬ મહિનાથી નગરપાલિકા દ્વારા એજન્સી બિલ ચૂકવવામાં આવ્યું નથી. આથી આ મામલે હવે કોન્ટ્રાક્ટરે પણ કડક વલણ અપનાવતા બસ સેવા બંધ કરવાનો ર્નિણય લીધો.
અગાઉ બે મહિના પહેલા પણ મહેસાણામાં સિટીબસ સેવા બંધ કરવામાં આવી હતી. એ સમયે એજન્સીને સોંપવામાં આવેલ સિટીબસને સોંપવામાં કામગીરીમાં બસના રૂટની સમસ્યા જોવા મળી હતી. જેના કારણે મુસાફરો પણ રઝળી પડયા હતા. એજન્સીને નગરપાલિકાએ નોટીસ આપતા દંડ ફટકાર્યો હતો. જેના બાદ સેવા કાર્યરત થઈ હતી. ત્યારે હવે થોડા જ સમયમાં ફરી સિટીબસ સેવા બંધ થતા નગરપાલિકા અને એજન્સી વચ્ચે ચાલતો વિખવાદ સામે આવ્યો. બંનેના વિખવાદમાં મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
Recent Comments