ગુજરાત

મહેસાણામાં આવેલ દર્શન હોટેલ પાસે સવાર પરિવારની કારને અન્ય કારના ચાલકે ટક્કર મારી, એકને ઈજા, પરિવારને સદનસીબે આબાદ બચાવ

મહેસાણામાં આવેલ દર્શન હોટેલ પાસે ગાડીમાં સવાર પરિવાર રાજકોટ જઇ રહ્યો હતો. એ દરમિયાન પાછળથી બેફામ આવી રહેલ અર્ટિગા ગાડી ચાલકે રાજકોટ જતા પરિવારની ગાડીને ટકકર મારી.અકસ્માતમાં અર્ટિગા ગાડીના ચાલકને ઇજાઓ થઈ ત્યારે રાજકોટ જતા પરિવારને સદનસીબે આબાદ બચાવ થયો હતો.સમગ્ર મામલે મહેસાણા બી ડિવિઝન પોલીસમાં ટકકર મારનાર ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાઇ છે. રાજકોટના નિલેષ લાવડીયા પોતાના પરિવાર સાથે મોટાભાઈની દીકરીને સિદ્ધપુર ડેન્ટલ કોલેજ મુકવા આવ્યા હતા.

એ દરમિયાન પરત રાજકોટ જતા સમયે મહેસાણા ખાતે આવેલ દર્શન હોટેલ પાસે બ્રીજ ચડતા સમયે પાછળથી બેફામ આવી રહેલ ય્ત્ન૦૧દ્ભફ૦૪૫૦ આર્ટિગા ગાડીના ચાલકે આગળ જતી ય્ત્ન૦૩સ્ઈ૫૫૯૧ના ચાલકને ટક્કર મારી હતી. અકસ્માતમાં રાજકોટ જતા પરિવારનો આબાદ બચાવ થયો ત્યારે ટક્કર મારનાર આર્ટિગા ગાડીના ચાલકને ઇજાઓ થતા તેને ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર અકસ્માતમા ફરિયાદીની ગાડીને પાછળથી ટક્કર વાગતા ડીઝલ ટાંકી,પાછળ સાઇડે પડખાની ભાગે થતા આગળ બોનેટ તથા બમ્પરના ભાગે નુકસાન પહોંચ્યું હતું.સમગ્ર ઘટનાને લઈ અકસ્માત સર્જનાર ગાડી ચાલક સામે મહેસાણા બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ છે.

Related Posts