મહેસાણામાં એક વ્યક્તિને અજાણ્યા ઇસમે લીંક મોકલી ૬૫ હજારની ઠગાઇ આચરી
મહેસાણામાં રહેતા ફાર્મા કંપનીના ટેકનિશિયને એમેઝોન કંપનીમાંથી બ્લ્યુટૂથ મંગાવ્યા બાદ તે પરત કરવા જતાં તેના ખાતામાંથી રૂપિયા ૬૫ હજાર ઉપડી ગયાની ફરિયાદ સાઇબર ક્રાઇમમાં નોંધાઈ છે. ફરિયાદને પગલે પોલીસે અજાણ્યા ગઠીયાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાધનપુર રોડ પર કૃષ્ણ સીટી સોસાયટીમાં રહેતા દિગંતકુમાર રમેશભાઈ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ ફરિયાદી ઇન્દ્રાડ ગામે આવેલી ફાર્મા કંપનીમાં ટેકનિશિયન આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. ફરિયાદીએ ઓનલાઈન બ્લ્યુટૂથ મંગાવ્યા હતા, જે ખરાબ આવતાં ફરિયાદીએ ૨૭મી જાન્યુઆરીએ ગૂગલ પર સર્ચ કરી કસ્ટમર કેર નંબર પર સંપર્ક કરતાં સામેવાળાએ હું એમઝોન કંપનીમાંથી બોલું છું તેમ કહી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો. તેમજ ખોટી ઓળખ આપી મોબાઈલ સ્ટ્ઠટહ્વરૈ.ર્ષ્ઠદ્બ જેॅॅર્િંંીદ્બની લીંક મોકલી ઓપન કરાવતાં ફરિયાદીનો મોબાઈલ હેક થઈ ગયો હતો. એચડીએફસી બેંકના ખાતામાંથી રૂપિયા ૬૫ હજાર ઉપડી ગયા બાદમાં ફરિયાદીના એચડીએફસી બેંકના ખાતામાંથી રૂપિયા ૬૫ હજાર ઉપડી ગયા હતા. આથી ફરિયાદીએ એનસીસીઆરપી પર ફરિયાદ કરતાં એચડીએફસી માં જાણ કરતાં એયું બેન્ક અને ઉજજીવન બેંકમાં બંને એકાઉન્ટ ફ્રીજ કરી વધુ નાણાં ઉપાડતાં અટકાવી દેવાયા હતા.પોલીસે હાલમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
Recent Comments