મહેસાણામાં કિશોરી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની સજા
મહેસાણા જિલ્લામાં અઢી વર્ષ અગાઉ પંથકની એક કિશોરીને સ્કૂલમાં જતી હતી એ દરમિયાન રસ્તામાં આરોપી વિશાલ બાબુજી ઠાકોરે રોકી તેણે ભોળવી નજીકમાં આવેલા ખેતરોમાં એક ઓરડીમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ખેતરમાં આવેલા ઝાડીઓમાં પણ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે કિશોરીને લાગી આવતા તેણે એસિડ પી આપઘાતની કોશિશ પણ કરી હતી. જાેકે, સારવાર મળી રહેતા તેનો જીવ બચી ગયો હતો. આ આરોપીને મહેસાણા કોર્ટે ૨૦ વર્ષની કેદની સજા સંભળાવી છે.
આ કેસ મહેસાણા પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ રેખાબેન જાેષીની દલીલો અને પુરાવા આધારે સ્પેશિયલ પોકિસો જજ એ.એલ.વ્યાસે આ કેસના આરોપી વિશાલ બાબુજી ઠાકોરને ૨૦ વર્ષની કેદ અને ૫૦ હજાર દંડ જ્યારે ભોગ બનનાર ને ૧ લાખ ૫૦ હજાર વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. આ કેસમાં સરકારી વકલી રેખાબેન જાેષીએ ભોગ બનનારનું ડીડી લેનાર મામલતદાર સહિત ૨૦ લોકોને તપાસવામાં આવ્યા હતા. જ્યારે ભોગ બનનારે મામલતદાર સમક્ષ આપેલા નિવેદન સહિત દસ્તાવેજ પુરાવા આરોપીને સજા કરવામાં મહત્વના પુરાવા સાબિત થયા હતા.
Recent Comments