મહેસાણા જિલ્લામાં નવા ૧૪૦૫ સેમ્પલ લેવામાં આવ્યા છે ત્યારે હજુ પણ ૪૩૫૬ સેમ્પલના પરિણામ પેન્ડિગ છે. જિલ્લામાં ૨૫૪ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા શહેરી વિસ્તારોમાં ૧૭૩ કેસ જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ૨૩૦ કેસ નોંધાયા છે. મહેસાણા સિટીમાં આજે ૪૯ કેસ,ગ્રામીણમાં ૪૩ કેસ,વિસનગર સિટીમાં ૧૫ અને ગ્રામ્યમાં ૪૧ ,વડનગર સિટીમાં ૨ અને ગ્રામ્યમાં ૧૪,ખેરાલુ સિટીમાં ૪ અને ગ્રામ્યમાં ૪,સતલાસણા ગ્રામ્યમાં ૦ કેસ, ઊંઝા સિટીમાં ૩૭ કેસ અને ગ્રામ્યમાં ૩૦ કેસ,
વિજાપુર સિટીમાં ૩૬ કેસ અને ગ્રામ્યમાં ૫૧,બેચરાજી સિટીમાં ૦ અને ગ્રામ્યમાં ૧૧,જાેટાણા ગ્રામ્યમાં ૧ કેસ કડી સિટીમાં ૩૦ કેસ અને ગ્રામ્યમાં ૩૫ કેસ મળી આજે નવા ૪૦૩ કેસ સામે આવ્યા છે.મહેસાણા જિલ્લામાં કોરોના રોકેટગતિ પર આવી ગયો છે ત્યારે માત્ર ગણતરીના દિવસમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જ્યાં છેલ્લા બે દિવસમાં જ ૭૦૦ થી વધુ કેસ નોંધાયા છે. નવા ૪૦૩ કેસ સામે આવતા જિલ્લામાં કોરોના એક્ટિવ કેસનો ગ્રાફ ૨૧૦૬ પર આવી ગયો છે.



















Recent Comments