fbpx
ગુજરાત

મહેસાણામાં ગેરકાયદેસર ગટર કામને અટકાવવા ટીડીઓને રજૂઆત કરાઈ

(

મહેસાણા તાલુકાના કુકસ ગામમાં કોઈ એક વ્યક્તિના લાભાર્થે ગામતળ જમીનમાં ગટરનું કામ કરી સરકારનાં નાણાંનો દુરૂપયોગ કરવામાં આવતો હોવાનો આક્ષેપ સ્થાનિક રહીશોએ કર્યો હતો. જેથી ગટરના કામને અટકાવવાની માંગણી સાથે મહેસાણા ટીડીઓને રજૂઆત કરવામાં આવી છે. કુકસ ગામના બબાભાઈ પેથુંભાઈ ચૌધરીએ મહેસાણા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં અરજી આપીને રજૂઆત કરી હતી કે અહીંની ગામતળ જમીનમાં જે ગટરકામ ચાલુ કરવામાં આવ્યું છે તેનું ગેરકાયદેસર અને અનધિકૃત બાંધકામ કરવામાં આવેલું છે.

જેથી અહીંના અવૈધ બાંધકામને દૂર કરી વરસાદી પાણી જે રીતે કાયમી ધોરણે જતું હતું તેમ જાય તો ગટરની કોઈ જરૂર નથી. ગંદકીની ગટર મકાનોની બંને બાજુ ચાલુ હોવાથી કોઈ એક વ્યક્તિના લાભાર્થે આ કામ કરવામાં આવતું હોવાની તેમણે રજૂઆત કરી હતી. જેથી કોઈ એક વ્યક્તિના લાભાર્થે થતા કામમાં સરકારના નાણાનો દુરૂપયોગ થઈ રહ્યો છે તેવો આક્ષેપ બબાભાઈ ચૌધરીએ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ ગામતળ સ્થળે ગટરલાઈન થતા વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા કરાઈ નથી. જેથી આ ગટરલાઈનના કામને અટકાવવા તેમણે માંગ કરી હતી.

Follow Me:

Related Posts