મહેસાણામાં જાેટાણાના સાંથલમાં ગોગા મહારાજના મંદિરમાં તસ્કરો ત્રાટક્યાં
મહેસાણા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરોનો તરખાટ જાેવા મળી રહ્યો છે. જાેટાણા તાલુકામાં આવેલા સાંથલ ગામે ગોગા મહારાજના મંદિરમાં મધરાતે તસ્કરો ત્રાટક્યાં હતા. સોના ચાંદીની મૂર્તિઓ અને અન્ય આભૂષણો મળી કુલ ૧૧ લાખથી વધુના મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. સાંથલમાં આવેલા મોટા રબારી વાસમાં ગોગા મહારાજના મંદિરમાં મધરાત્રે તસ્કરો રાત્રે બે કલાકે મંદિરના તાળા તોડી મંદિરમાં ઘૂસ્યા હતા. ગોગા મહારાજ અને બાજુમાં આવેલા ચેહર માતાજીના મંદિરના દરવાજાના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરીની ઘટનાની જાણ થતાં ગામના લોકોના ટોળેટોળા મંદિરમાં ઘસી આવ્યાં હતા,
જ્યાં તપાસ કરતા સામે આવ્યું હતું કે, તસ્કરો ગોગા મહારાજના મંદિરમાંથી સોનાની મૂર્તિ કિંમત ૨ લાખ, ગોગા મહારાજની મૂર્તિ નગ ૪ કિંમત ૨ લાખ, ચેહર માતાજીના મંદિરમાંથી સોનાના છત્ર નગ ૭ કિંમત ૨.૮૦ લાખ, સોનાનો સિક્કો નગ ૧ કિંમત ૪૦ હજાર, સોનાની નથણી નગ ૨ કિંમત ૮૦ હજાર, ચાંદીના નાના મોટા છત્ર નગ ૧૦ કિંમત ૨ લાખ, ચાંદીનું પારણું નગ ૧ કિંમત ૫૦ હજાર, ચાંદીની તલવાર નંગ ૧ કિંમત ૨૫ હજાર, ચાંદીની મૂર્તિ નંગ ૨, નંદિની ગાય નંગ ૧, ચાંદીનો ઘોડો નંગ ૧ કિંમત ૧ લાખ મળી તસ્કરો કુલ ૧૧ લાખ ૭૫ હજારના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે સાંથલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
Recent Comments