fbpx
ગુજરાત

મહેસાણામાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

મહેસાણામાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં સવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ૩ હજાર ૪૧૫ લાભાર્થીઓને ચેક કીટ અને સાધન સ્વરૂપે ૯૮.૨૫ કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન અલગ-અલગ સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં હતાં. જેની અંદર સરકારની યોજનાઓ ખેતીવાડી વિભાગ, આયુષ્યમાન સમાજ કલ્યાણ આરોગ્ય સહિતના સ્ટોલ ઊભા કરી લોકોને માહિતગાર કરવામાં આવ્યાં હતાં. તેમજ આ કાર્યક્રમમાં સાંસદ શારદાબેન પટેલ, જુગલજી ઠાકોર સહિત મહેસાણા જિલ્લાના ધારાસભ્યો, કલેક્ટર ઉદિત અગ્રવાલ તેમજ ડીડીઓ ડોક્ટર ઓમ પ્રકાશ અને વહીવટી તંત્ર ઉપસ્થિત રહ્યું હતું.

Follow Me:

Related Posts