મહેસાણામાં ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત
હાલ અકસ્માતમાં મોતના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે મહેસાણામાં વિજાપુર કણભા રોડ પર ટ્રકે બાઈક ચાલકને ટક્કર મારતા અકસ્માત થયો હતો. જેમાં બાઈક ચાલકનું મોત થયું છે. મહેસાણામાં વિજાપુરના ખણુસા ગામમાં તબેલામાં મજુરી કરતો યુવક બાઈક લઈને કણભા ગામે માસીનું મરણ થયું હોવાથી માસાની ખબર પૂછવા ગયો હતો. જે બાદ પરત ફરતા કણભાથી રામપુરા પિલવાઇ જતા માર્ગમાં આવેલા ઉમા હેલ્થકેર ફેક્ટરી પાસે પસાર થતા રોડ ઉપર ટ્રકના ચાલકે ગફલત ભરી ડ્રાયવીંગ કરતા બાઈકને ટક્કર મારી હતી.
અજેથી બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં પરિવારજનો ભારે કલ્પાંત કરી મુક્યો હતો. આ અંગેની પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ખણુસા ગામે આવેલા બ્રીજેશના તબેલામાં રહી મજુર કામ કરતો હતો. આ યુવક ગઈ કાલે પોતાની માસી મરણ પામેલ હોઈ કણભા ગામે પોતાના શેઠ બ્રીજેશનું બાઈક લઈને માસાની ખબર લેવા ગયો હતો. ખબર લઈને પરત ફરતા રામપુરા થી પિલવાઇ માર્ગમાં ઉમા હેલ્થકેર ફેક્ટરી પાસે પસાર થતા રોડ ઉપર સામેથી આવતા ટ્રક ચાલકે ગફલત ભરી હંકારતા બાઈકને ટક્કર મારી હતી. જેથી બાઈક ચાલક અંબારામ દેવીપુજકનુ ઘટના સ્થળે મોત થયું હતું. ટ્રક મુકીને ચાલક નાસી છૂટતા પોલીસે મૃતકના ભાઈની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
Recent Comments