મહેસાણા તાલુકામાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન તસ્કરો બેફામ બન્યા છે. દિવસેને દિવસે તસ્કરો શાળાઓ અને આંગણવાડીઓને નિશાન બનાવી તેલના ડબ્બા અને ગેસના બાટલા ચોરી કરીને પોલીસને પડકાર ફેકી રહ્યા હોય તેવું જાેવા મળી રહ્યુ છે. ત્યારે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. જેમાં કોચવા ગામની શાળાના પણ તાળા તોડી તસ્કરો તેલના ડબ્બા અને ગેસના બાટલા ઉઠાવી ગયા હતા. ?મહેસાણા તાલુકામાં આવેલા કોચવા ગામની સરકારી શાળામાં આવેલા મધ્યાહન ભોજનના રૂમમાં મુકેલા તેલના ડબ્બા અને ગેસનો બાટલા તસ્કરો ચોરી ગયા હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. ત્યારે તસ્કરો શાળાના દરવાજાના તાળા તોડી બિન્દાસ ચોરીને અંજામ આપી રફુચક્કર થઈ ગયા હતા. સમગ્ર મામલે શાળાના આચાર્યએ લાઘણજ પોલીસ મથકમાં ૮ હજાર ૭૫૦ના મત્તાની ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે.
મહેસાણામાં તસ્કરોએ ગામની શાળાને તાળું તોડી તેલના ડબ્બા અને ગેસના બોટલા ઉઠાવી ગયા

Recent Comments