મહેસાણામાં પરિણીતા સાથે જેઠે અડપલા કર્યાની ફરિયાદ
મહેસાણાના વડસથી હાડવી જવાના રસ્તે ગામની સીમમાં રહેતી ૩૦ વર્ષીય પરિણીતા પોતાના ઘરની સામેના ખરાબામાં આવેલી બાવળની ઝાડીઓમાં કુદરતી હાજતે ગઈ હતી. તે વખતે મોકો જાેઈને ત્યાં તેનો જેઠ પહોંચી ગયો હતો અને પરિણીતા સાથે શારીરિક અડપલા કરીને બીભત્સ ચેનચાળા કર્યા હતા. ગભરાઈ ગયેલી મહિલાએ તેને ધક્કો મારી દોડવા જતા ઇસમે એક પથ્થર ઉઠાવીને મહિલાના મોઢા પર મારતા તેના બે દાંત પડી ગયા હતા અને લોહીલુહાણ થઈ ગઈ હતી. જેથી હોબાળો થતા ત્યાં ઉપરાણું લઈને જેઠનો સાળો વિજય આવી જતા તેણે પણ પરિણીતાને ગરદાપાટુંનો માર માર્યો હતો.ર્ પરિણીતાને માર ખાતા જાેઈ તેઓ દીકરો ત્યાં તેને છોડાવવા આવી જતા તેણે પણ પથર મારતા તે પણ ઈજાગ્રસ્ત બન્યો હતો.
બાદમાં ભારે હોબાળો થતા લોકો આવી જતા અડપલા કરનાર જેઠ અને તેનો સાળો ધમકીઓ આપી ત્યાથી ફરાર થઈ ગયા હતા. બાદમાં મહિલાને સારવાર માટે મોકલી અપાઈ હતી અને અડપલાં કરનાર અને મારમારનાર જેઠ અને સાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.મહેસાણા તાલુકાના વડસમાં ગામની સીમમાં કુદરતી હાજતે ગયેલી પરિણીતા સાથે તેના જેઠે શારીરિક અડપલા કર્યા હતા. તે સમયે ઝપાઝપી થતા મહિલાના મોઢા ઉપર પથ્થર મારતા તેના બે દાંત પડી જતા લોહીલુહાણ થઇ ગઇ હતી. હોબાળો થયા બાદ સાળા-બનેવીએ છૂટા પથ્થર મારતાં માતા અને પુત્રને ઇજા થતા તેઓને સારવાર માટે લાઘણાજ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
Recent Comments