ગાંધીનગર જિલ્લાના ગામમાં રહેતા અને મહેસાણા જિલ્લામાં મંદિરમાં સેવા પૂજા કરતા પૂજારી પુત્ર માટે કન્યા શોધવા માટે નીકળ્યા હતા તે દરમિયાન હની ટ્રેપમાં ફસાયાનો કિસ્સો બહાર આવ્યો છે. યુવતીએ અંગત પળોનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને બે લાખ પડાવ્યા બાદ પાંચ લાખની માંગણી કરતા અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં યુવતીઓ દ્વારા યુવાનો અને વૃદ્ધો સાથે મીઠી મીઠી વાતો કરીને હની ટ્રેપમાં ફસાવીને રૃપિયા પડાવવાની પ્રવૃત્તિ વધી રહી છે
ત્યારે આ વખતે ગાંધીનગર જિલ્લાના ગામમાં રહેતા એક પુજારી પુત્ર માટે કન્યા શોધી રહ્યા હતા તે દરમિયાન યુવતીનો ભેટો થયો અને હની ટ્રેપમાં ફસાઈ ગયાની ઘટના બહાર આવી છે. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ૫૪ વર્ષીય આ પૂજારીને સંજય જાેગી નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, તમારા દીકરાના લગ્ન હું કરાવી આપીશ છોકરીના ફોટા મોકલી આપું છું પસંદ આવે તો આગળ વાત કરીશું.
જેથી તેણે મોકલી આપેલા ફોટા પસંદ આવ્યા ન હતા. ત્યારબાદ સંજય દ્વારા ભારતી નામની યુવતીનો ફોટો મોકલી આપવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે આ બહુ ગરીબ અને જરૃરિયાતમંદ યુવતી છે તેને બનતી મદદ કરજાે. જે તમને ફોન કરશે ત્યારબાદ આ પૂજારીને ભારતીએ ફોન કર્યો હતો અને ગોતા બ્રિજ નીચે મુલાકાત થઈ હતી. જ્યાં પૂજારીએ તેણીને કરિયાણું પણ લઈ આપ્યું હતું જાેકે બંને વચ્ચે વાતચીતનો દોર શરૃ થયો હતો અને ફરી દસ ઓક્ટોબરના રોજ બંને ગોતા પાસે ભેગા થયા હતા તે દરમિયાન ભારતી દ્વારા હોટલમાં જઈને મસ્તી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
જે ગ્રાહ્ય રાખીને બંને જણા તપોવન સર્કલ પાસે આવેલી હોટલમાં ગયા હતા. જ્યાં પૂજારીએ ૭૦૦ રૃપિયા ભાડું આપ્યું હતું. જ્યાં બે કલાક રોકાયા બાદ બંને છૂટા પડયા હતા. આ દરમિયાન સાંજે જ ભારતીએ ફોન કરીને ૫,૦૦૦ની માંગણી કરી હતી જે આપવાનો ઇન્કાર કરતા હોટલના રૃમની અંગત પળોનો વિડીયો વાયરલ કરવાની તેમજ દુષ્કર્મની ફરિયાદ કરવાની ધમકી આપી બે લાખ રૃપિયાની માંગણી કરી હતી. ત્યારબાદ પૂજારીએ પત્ની અને પુત્રને આ હકીકત જણાવી હતી અને વૈષ્ણોદેવી સર્કલ પાસે બે લાખ રૃપિયા આપીને વિડીયો ડીલીટ કરવાની વાત કરી હતી. જાેકે ગત ૨૩મી એ ફરી ભારતીએ ફોન કરીને પાંચ લાખની માંગણી કરતા પૂજારીએ અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.





















Recent Comments