મહેસાણામાં પોલીસે પીછો કરતા બૂટલેગરે દારૂ ભરેલી ગાડી મૂકીને ચકમો આપીને ફરાર

મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસને મળેલી બાતમી આધારે પોલીસે મહેસાણાના બિલાડી બાગ પાસે દારૂ ભરેલી ગાડીને ઝડપવા વોચ ગોઠવી જાેકે, પોલીસને જાેઈ બૂટલેગર પોતાની ગાડી હંકારી મુકતા પોલીસે પણ બૂટલેગરને ઝડપવા ગાડી ભગાડી હતી. ત્યારે બૂટલેગર લાલશાનો તકિયો સોસાયટીમાં પોતાની ગાડી મૂકી અંધારાનો લાભ લઈ પોલીસને ચકમો આપી રફુચક્કર થઈ ગયો હતો. સમગ્ર મામાલે પોલીસે ૪.૪૮ લાખના મુદ્દામાલ ઝડપી લીધો હતો. મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ બી.વી પટેલને બાતમી મળી કે, ય્ત્ન૨મ્ઁ૪૫૩૦ નંબરની ગાડીમા વિદેશી દારૂ ભરી ચાલક મહેસાણાના સોમનાથ ચોકડીથી હૈદરી ચોક બાજુ આવી રહ્યો છે. આ બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી જ્યાં ગાડી ચાલક પોલીસને જાેઈ જતા પોતાની ગાડી ભગાડી હતી.
બાદમાં પોલીસે પણ ગાડી ચાલકને ઝડપવા તેનો પીછો કર્યો હતો. એ દરમિયાન દારૂ ભરેલ ગાડીના ચાલકે પોતાની ગાડી મહેસાણામાં આવેલા લાલશાના તકિયા સોસાયટીમાંમા મૂકી અંધારાનો લાભ ઉઠાવી પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. પોલીસે ગાડીમાં તપાસ કરતા વિદેશી દારૂની નાની મોટી ૭૭૨ નંગ બોટલ કિંમત ૧,૨૫,૬૧૦ બિયર ટીન ૭૨ કિંમત ૮,૬૪૦ અને ગાડી કિંમત ૩,૫૦,૦૦૦ મળી કુલ ૪,૮૪,૨૫૦ નો મુદ્દામાલ ઝડપી મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં ગાડી ચલાક વિરુદ્ધ ગુનો નોંધાવી તપાસ આદરી છે.
Recent Comments