મહેસાણામાં બે પક્ષો વચ્ચે બબાલ થતા એકબીજા પર છૂટા ઘા કર્યા, ડઘાઈ ગયા અન્ય લોકો
મહેસાણામાં યોજાયેલા રોહિત સમાજના સમૂહલગ્નમાં બે પક્ષો વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થતા એકબીજા પર ખુરશીઓના છૂટા ઘા કર્યા હતા. સમૂહલગ્નમાં મંડપમાં હજારોની સંખ્યામાં લોકો હાજર હતા ત્યારે જ અચાનક ખુરશીઓ ઊડવા લાગતા અન્ય લોકોમાં નાસભાગ મચી હતી. ગણતરીની મિનિટોમાં જ મંડપની અંદર ૫૦ જેટલી ખુરશીઓ તોડી નાખવામાં આવી હતી.
આ સમગ્ર મામલે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મારામારીની ઘટનામાં સમૂહલગ્નમાં આવેલા મહેમાનોની ગાડીઓના કાચ પણ તોડવામાં આવ્યા હતા. તેમજ અન્ય વસ્તુઓને પણ નુકસાન થયું હતું. આ મામલે બંને પક્ષે સામાસામી ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments