મહેસાણામાં ભાજપના નેતાઓએ ૪૦ કરોડનું જમીન કૌભાંડ આચર્યું: કોંગ્રેસ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લાના અલોડા ગામે સીમ તળાવનો બારોબાર દસ્તાવેજ કરીને ભાજપના નેતાઓએ ૪૦ કરોડનું જમીન કૌભાંડ આચર્યુ છે. સરકાર દ્વારા આ કૌભાંડની તપાસ કરાવીને દોષિતો સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જાેઈએ. મનીષ દોશીએ આ જમીન કૌભાંડના પુરાવા રજૂ કરતા જણાવ્યું હતું કે ૧૯૭૪માં માજી સૈનિકને જગ્યા સરકાર દ્વારા ફાળવવામાં આવેલી શરતોથી આપેલ હતી. તેમાથી એકપણ શરતનું પાલન ઠરાવ મુજબ કર્યુ નથી. તેથી સરકારના જ આદેશ મુજબ તે જગ્યા ખાલી કરવી જાેઈએ તેવો સ્પષ્ટ ઉલ્લેખ છે. નવી શરતભંગની જમીન હોવા છતાં ખોટી રીતે દસ્તાવેજ કરવામાં આવેલો હોવાથી શરતભંગની કાર્યવાહી થાય છે. પેઢીનામાની અંદર પણ ખોટી રીતે પુરાવા મૂકવામાં આવ્યા છે. તેની અંદરના આધાર અને પંચોની સહી પણ ખોટી કરવામાં આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પેઢીનામાની અંદરના રહેઠાણના પુરાવા ખોટી જગ્યા ઉપરના બતાવવામાં આવેલ છે જે તદ્દન ખોટો પુરાવો ગ્રાહૃય છે. રહેઠાણ રામોસણા છે અને કસ્બામાં એક દિવસ પૂરતા આવેલા તલાટીએ પેઢીનામું કરેલ છે. ૨૦ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ શરતભંગનો કેસ ડેપ્યુટી કલેક્ટરના ઠરાવ ઉપર લેવામાં આવેલ જે ઠરાવ રેકર્ડમાંથી ગુમ છે. ૧૪ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ ડેપ્યુટી કલેક્ટર એમ.ડી. પટેલ દ્વારા કરાયેલો હુકમ પણ ગેરકાયદેસર છે. નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવાનો ખોટો હુકમ કરી ફક્ત ૬ દિવસમાં ડેપ્યુટી કલેક્ટર દ્વારા રીવ્યુ કરવામાં આવ્યું છે. જે ઠરાવ હાલના વર્તમાન રેકર્ડમાંથી ગુમ છે. નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવાની અરજીમાં પંચો તરીકે ખુદ જમીન ખરીદનાર પોતે જ માલિક સુરેશભાઈ લાલજીભાઈ પટેલ એ પંચ તરીકે સહી કરી છે. જે રેવન્યુના કાયદા મુજબ સરકારી રેકર્ડમાં ગેરકાયદેસર ગણવામાં આવે છે. પટેલ ડાહ્યાભાઈ લાલજીભાઈ, પટેલ સુરેશભાઈ લાલજીભાઈ, પટેલ કાંતિભાઈ લાલજીભાઈ તથા તેમના ખોડિયાર ગ્રુપના દરેક વહીવટ કરતા માણસો દ્વારા ગેરકાયદેસર મંડળી રચી, સરકારી અધિકારીઓ સાથે મેળાપણા કરી મોટા – પ્રમાણમાં નાણાકીય વ્યાપાર કરી ગામના ગૌચરની તલાવડી લાયક ખેડી ના શકાય તેવી બિનખેતી લાયક જગ્યાઓ રજીસ્ટર દસ્તાવેજથી વેચાણ રાખી જમીન પચાવી પાડી છે. સરકારી જમીનને વેચાણ રાખતા પહેલા કલેક્ટરની મંજૂરી લેવી પડે તે પણ લીધેલ નથી.આ જગ્યા ઉપર એક પણ દિવસ ફાળવ્યા બાદ કોઈપણ પ્રકારનું કામ કે ખેતીલાયક બનાવવાની પણ પ્રક્રિયા થઇ નથી. જે ભુતકાળમાં ૧૯૭૪ તળાવ હતું તે જગ્યા હતી. તે જ હાલના વર્તમાનમાં પણ તળાવ જ છે.ફક્તને ફક્ત આ જગ્યાને સરકારી કાગળો ઉપર જ બદલવામાં આવી છે.જમીન પચાવી પાડનાર ભાજપાના નેતાઓના દબાણથી પોલીસ તંત્ર પણ ગ્રામજનોની સાચી વાત સાંભળવાને બદલે ફરીયાદીને જ આરોપી બનાવી દેવાની નીતિ અખત્યાર કરી રહી છે.ભાજપ સરકારી કંપનીઓ વેચી નાખે છે તો ઠીક છે પણ ભાજપના નેતાઓ ગામ લોકોનું તળાવ પણ છોડતા નથી. મહેસાણામાં ભાજપના નેતાઓએ ગામ લોકોનું તળાવ ૪૦ કરોડમાં બારોબાર વેચી નાખ્યાનો આરોપ કોંગ્રેસે મૂક્યો છે.
Recent Comments