મહેસાણા જિલ્લાના પ્રભારી સચિવ ધનંડય દ્વિવેદીએ સર્કિટ હાઉસમાં આરોગ્ય વિભાગના સ્ટાફ સાથે બેઠક યોજી હતી અને તેમાં કોરોના મહામારીના વધતાં કેસોને મુદ્દે ચિંતા વ્યક્ત કરી માસ્ક નહીં પહેરનારના કેસ કરવાના બદલે તેની સાથે સમજાવટથી કામ લેવા તાકીદ કરી હતી. તેમજ સેમ્પલિંગ વધારવા અને દરરોજના ૫૦૦ લોકોના આરટીપીસીરઆર કરવા હુકમ કર્યો હતો. તેમજ નૂતન હોસ્પિટલને સ્ટેન્ડ બાય રાખવા અને ખાનગી હોસ્પિટલોમાં ફરી કોરોના મહામારીની સારવાર શરૂ કરવા હુકમ કરતાં ૨૫ ખાનગી હોસ્પિટલોને તૈયાર રહેવા સૂચના અપાઈ છે.
મહેસાણા જિલ્લા વિકાસ અધિકાર મનોજ દક્ષિણી અને આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં કોરોના મહામારીનો બીજાે અને ત્રીજાે તબક્કો ચાલી રહ્યો છે ત્યારે પ્રભારી સચિવ ધનંજય દ્વિવેદીએ મહેસાણા જિલ્લાના અદિકારીઓ સાથે બેઠક યોજી હતી અને તેમાં માસ્ક ન પહેરતા લોકો સામે કેસના કડક પગલાં લેવાના બદલે તેમને કોરોનાની ગંભીરતા અને વર્તમાન પરિસ્થિતિ અંગે જાણકારી આપી એસએમએસ એટલે કે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝનો ઉપયોગ કરવા સમજાવટ કરવા સૂટના આપી હતી.
આ ઉફરાંત કોરોના મહામારીના કેસો વધે તો જિલ્લામાં શું સ્થિતિ છે તેની સમીક્ષા કરતાં ડીડીઓ અને આરોગ્ય અધિકારીએ હાલમાં મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ૨૪ બેડ, વડનગરમાં ૧૫૦ બેડ અને કડી એસડીએચમાં ૨૦ બેડ મળી કુલ ૧૯૪ બેડની સુવિધા તંત્ર પાસે હોવાનું અને તેમાં ૬૨ ક્રિટિકલ સુવિધા તૈયાર હોવાનું જણાવ્યું હતું. તેમજ વડનગરમાં કોરોનાનાં ૧૧ પોઝિટિવ દર્દીઓ અને મહેસાણામાં ૨ દર્દીઓ દાખલ છે. તેમજ ૨૫ જેટલી ખાનગી હોસ્પિટલોના સંચાલકોને કોરોના મહામારીની સારવાર ફરી શરૂ કરવા અને સરકારે નક્કી કરેલાં ભાવ મુજબ જ ફી લેવા જણાવી દીધાનું જણાવ્યું છે.
Recent Comments