ગુજરાત

મહેસાણામાં યુવતીને લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ

પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મહેસાણાના વડનગરમાં યુવતી પર અનિલ ઠાકોર નામના ઈસમે દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી ગઈ છે. વડનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મહેસાણા જીલ્લામાં વિજાપુરના ગુંદરાસણ ગામમાં રહેતા અનિલ ઠાકોર નામના ઈસમે યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં યુવતીને બદનામ કરી ફોટા પાડી સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યા હતા. આ પરિણત યુવાને ૭ મહિનાઓથી અલગ અલગ ગેસ્ટહાઉસમાં લઈ જઈ પોતાની હવસનો શિકાર બનાવી હતી. પોલીસ તપાસમાં ઇન્સ્ટાગ્રામ આઇડી ઉપર વાયરલ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.

વડનગર પોલીસ સ્ટેશનમાં ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. સુરતમાં સગીરા પરના દુષ્કર્મના કેસમાં પોલીસે ગોડાદરામાં વીઆર કોફી શોપની આડમાં ગેરકાયદે કપલ બોક્નાસ ચલાવતા કાફે સંચાલકની ધરપકડ કરી છે. તપાસમાં કાફે સંચાલક કપલ બોક્સ બનાવીને કપલ પાસેથી કલાકના રૂ.૩૦૦ રૂપિયા ચાર્જ વસુલતો હોવાનું બહાર આવ્યું છે. લિંબાયતમાં ૨૧ વર્ષીય યુવકે ૧૫ વર્ષીય સગીરાને કાફેમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ ગુજારવાના ચકચારી કેસમાં પોલીસે કાફે સંચાલકની ધરપકડ કરી હતી. દાહોદ જિલ્લામાં શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં ૧૬ વર્ષની સગીરાને તેના પિતા અને પ્રેમીએ જ વાસનાનો શિકાર બનાવી હતી. સગીરા પર પિતા અને પ્રેમીએ દુષ્કર્મ આચરચા આ વિસ્તારમાં ચકચાર સાથે આક્રોશ ફેલાયો છે.દરમિયાન સગીરા ગર્ભવતી બનતા આ ઘટના સામે આવી હતી.

Follow Me:

Related Posts