ગુજરાત

મહેસાણામાં રાધનપુર હાઈવે પરએક ટેન્કર રીક્ષાને ટક્કર મારતા દંપતીનું મોત થયું જયારે અન્ય બે વ્યક્તિઓ ગંભીરપણે ઘાયલ

મહેસાણામાં રાધનપુર હાઈવે પર મધરાત્રે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો જેમાં મધ્યરાત્રિએ હાઇવે પર એક ટેન્કર રીક્ષાને ટક્કર મારતા દંપતીનું મોત થયું જયારે અન્ય બે વ્યક્તિઓ ગંભીરપણે ઘાયલ થઈ. ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

આ અકસ્માત બાબતે મળતી વિગત મુજબ ગતરોજ મધ્યરાત્રિએ મહેબુબખાન રીક્ષા લઈ રાધનપુર હાઈવે પર પસાર થતા હતા. મહેબુબખાનની દિકરીને પેટમાં ભયંકર દુઃખાવો ઉપડતા તેઓ મોડી રાત્રે નવ વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી નીકળ્યા હતા. મહેબુબખાન સમીનગરના મફતપુરા વિસ્તારમાં રહે છે. તેઓ રીક્ષા ચાલક છે અને રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પુત્રીને અચાનક પેટમાં દુઃખાવો ઉપડતાં તેઓ દીકરી મુસ્કાનને લઈને હોસ્પિટલ નીકળ્યા. તેમની સાથે તેમના પિતા જોરાવર ખાન અને બીબીબેન વાઘજીખાન પણ રીક્ષામાં સવાર હતા.

મહેબુબખાન રાધનપુરની હોસ્પિટલમાં પુત્રીની સારવાર કરાવ્યા બાદ તેમના ઘર સમી ખાતે પરત ફરતા હતા. ત્યારે મહેસાણા રાધનપુર હાઈવે પર એક પેટ્રોલ પંપ પાસે ઝડપી ગતિએ આવતા અજાણ્યા ટેન્કર ચાલકે તેમની રીક્ષાને ટક્કર મારી. રીક્ષા અને ટેન્કરની અથડામણ થતાં રીક્ષા ખેંચાતા ટેન્કરના આગળના ભાગમાં આવી ગઈ. આ અકસ્માતમાં રીક્ષા ચાલક મહેબુબખાન તેમની પત્ની, માતા-પિતા અને દિકરી તમામ ગંભીરપણે ઘાયલ થયા. બનાવ દરમ્યાન કોઈ જાગૃત નાગરિક દ્વારા ૧૦૮ને જાણ કરવામાં આવી. અને ઇજાગ્રસ્ત પીડિતોને હોસ્પિટલમાં દાખલ કરાયા. પ્રથમ રાધનપુર રેફરલ બાદ પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જયાં સારવાર દરમ્યાન મહેબુબખાનના પિતા અને માતાનું મૃત્યુ થયું. જયારે દિકરી મુસ્કાન અને તેમના માથામાં ગંભીર ઇજા પંહોચી. અકસ્માત સર્જનાર ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી.

Follow Me:

Related Posts