fbpx
ગુજરાત

મહેસાણામાં વાસી ઉત્તરાયણે ૫ શખસે વૃદ્ધને ઘેરીને લોખંડની પાઇપો મારી પતાવી દીધો

મહેસાણામાં વાસી ઉત્તરાયણના દિવસે વૃદ્ધની જાહેરમાં હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. પતંગના પેચ લડાવવા બાબતે સોસાયટીનાં જ બે જૂથ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ ઝઘડાનું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. એમાં માથાભારે પાંચ શખસે વૃદ્ધને ઘેરીને ધોકા-લાકડી અને લોખંડની પાઇપો મારતાં તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટના અંગે પાંચ સામે ફરિયાદ નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મારામારીની ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે. આ સમગ્ર ઘટના ગઈકાલે સાંજે બની હતી. શહેરની માનવ આશ્રમ ચોકડી પાસે આવેલી ઉમાનગર સોસાયટીમાં રહેતા નાગજીભાઈ વણજારા પોતાના પરિવાર સાથે ધાબે પતંગ ઉડાડી રહ્યા હતા.

એ દરમિયાન એ જ સોસાયટીમાં રહેતા સામે પક્ષના પાંચ શખસ સાથે પતંગના પેચ લગાવવા મામલે બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતાં બંને જૂથ સામસામે આવી ગયાં હતાં, જેમાં નાગજીભાઈ વણજારાને પાંચ શખસે ઘેરીને ધોકા-લાકડીઓ અને લોખંડની પાઇપો માથાના મારતાં તેમને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. સિવિલમાં ડોક્ટરોએ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવાની વાત કરી હતી. જાેકે અમદાવાદ ખસેડે એ પહેલાં જ તેમનું મોત થયું હતું. સમગ્ર મારામારીની ઘટનામાં સામે પક્ષે પણ કેટલાક શખસને ઇજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે.

ત્યારે હત્યા કરનાર વનરાવન બાબુજી ઠાકોર, હરેશ કેશવ લાલ રાવળ, ચિરાગ હરેશભાઇ રાવળ, બોબી હરેશભાઇ રાવળ અને સુનીલ રમેશચંદ્ર વ્યાસ વિરુદ્ધ કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તેમજ જી.પી.એકટ ક ૧૩૫ મુજબ મહેસાણા એ ડિવિઝનમાં માગીલાલ નાગજીભાઈ વણજારાએ ફરિયાદ નોંધાવી છે. મહેસાણામાં ઉત્તરાયણના દિવસે પણ નજીવી બાબતે હુમલોની ઘટના સામે આવી હતી. નાનીદાઉ મોહનપુરા ગામે એક યુવકે મસાલો આપવાની ના પાડતાં ચાર શખસે તેના ઉપર હુમલો કરી દીધો હતો. એ બાદ મામલો વધુ ઉગ્ર બનતાં મહિલાઓ દોડી આવી હતા. એમાં ચાર શખસે બે યુવક અને એક મહિલા પર છરી વડે હુમલો કરતાં એક યુવકને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર એથે ખસેડાયો હતો.

Follow Me:

Related Posts