મહેસાણા નગરપાલિકાની ખાસ બજેટની સાધારણ સભા યોજાઈ હતી. જેમાં ૨૨૬ કરોડની આવક સામે ૨૨૫ કરોડ ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો હતો. વર્ષની આખરમાં ૭૮.૯૬ લાખની પુરાત વાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, તો બીજી તરફ બજેટમાં ૧૮ વર્ષ બાદ વેરો વધારવા ર્નિણય લેવાતા વેરો વધારવાના મુદ્દે વિપક્ષ એ પાલિકામાં હોબાળો મચાવ્યો હતો.
મહેસાણા પાલિકા દ્વારા ૧૮ વર્ષ બાદ વેરો વધારવાના ર્નિણય લેવાતા વિપક્ષ કાળા પકડાયા ધારણ કરી હાથોમાં સૂત્રોચ્ચારના બેનરો લઇ હોબાળો મચાવ્યો હતો. પાલિકાના જણાવ્યા પ્રમાણે આગામી એક માસમાં લોકોના વાંધા સૂચન મંગાવવામાં આવશે.બાદમાં પ્રાદેશિક કમિશનર સમક્ષ વેરો વધારવા ર્નિણય મજૂરી માટે જશે.


















Recent Comments