ગુજરાત રાજ્યમાં અન્ય સમાજની જેમ રાવળ યોગી સમાજ પણ મોટી સંખ્યા ધરાવતો સમાજ છે. ત્યારે સમાજની એકતા જળવાઈ રહે તે માટે મહેસાણા તાલુકામાં આવેલા પાલોદર ગામે જાેગણી માતાના મંદિરે સમસ્ત રાવળ દેવ સમાજ દ્વારા મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે ૬ હજાર જેટલી જનમેદની ઉપસ્થિત રહી મા જાેગણીને ૧૧૧૧ દિવડાની આરતી ઉતારી પોતાની એકતા દર્શાવી હતી. કાર્યક્રમમાં યોજવામાં આવ્યો હતો. જ્યાં મંદિર પરિસરમાં બપોરે રાસ ગરબા અને મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને મહેસાણા તાલુકાના ધારાસભ્ય નીતિન પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પૂર્વ ગુહ મંત્રી રજની પટેલ, રાજ્ય સભા સાંસદ જુગલસિંહ ઠાકોર ઉપસ્થિત રહી સરકારી યોજના અને સમાજ લક્ષી ચર્ચા કરી સંબોધન કર્યું હતું.
આપડે ભલે નેનો મોટો વ્યવસાય કરતા હોઈએ અપડા દીકરા દીકરી ખાસ એમાંય દીકરીઓને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી ભણાવી અમુક ઉમર ના થઇ હોય અને તેના લગ્ન કરી દેતા હોઈએ છીએ તેણે ભણાવતા નથી નક્કી કરીયે. જ્યાં સુધી દીકરી ઉચ્ચ અભ્યાસ કરવાની ઇચ્છા દર્શાવ્યા બાદ તેના લગ્ન કરાવવા જાેઈએ. દીકરા દીકરીને ભણાવશુ. વધુમાં જણાવ્યું કે, સમાજનું કોઈ સંકુલ તમે બનાવતા હોય તો ગુજરાતમાં ગમે ત્યાં બનાવતા હોય તો ૧૧ લાખ રૂપિયા મારી ગ્રાન્ટમાંથી આપીશ. સમાજને જ્યારે મારી જરૂરિયાત પડે ત્યારે મારુ ખુલ્લું આમંત્રણ છે.મહેસાણાના પાલોદર ખાતે આવેલા જાેગણી માતાજીના મંદિર ખાતે સમસ્ત રાવળ દેવ સમાજ દ્વારા ૧૧૧૧ દીવડા વડે જાેગણી માતાજીની આરતી ઉતારી પોતાની એકતા દર્શાવવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને હાલના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments