fbpx
ગુજરાત

મહેસાણામાં સોમવારથી તમામ બજારો બપોરના ૨ વાગ્યા બાદ સંપૂર્ણ પણે બંધ

મહેસાણા શહેરમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન કોરોના કેસમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. તેને લઈને આજે મહેસાણા શહેરમાં કોરોના સંક્રમણ વધુ ના ફેલાય એ માટે આજે પાલિકા અને વહેપારી મંડળની બેઠક મળી હતી. જેમાં સોમવારથી મહેસાણા શહેરના તમામ બજારો બપોરના ૨ વાગ્યા બાદ સંપૂર્ણ પણે બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.

આ પહેલાની બેઠકમાં શહેરમાં કોરોના સંક્રમણ વધતા શનિ અને રવિવાર સંપૂર્ણ પણે બંધ કરવા ર્નિણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બાદ આજે ફરી એક વાર મહેસાણા શહેરમાં કોરના રાફડો ફાટતા પાલિકા અને વહેપારીઓ એસોસિએશન ના તમામ પ્રમુખો સાથે બેઠક યોજાઇ હતી જેમાં ર્નિણય લેવામાં આવ્યો છે કે સોમવાર થી મહેસાણા શહેરના તમામ બજારો બપોરના ૨ વાગ્યા બાદ સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવશે જેથી બજારો બંધ હોવાના કારણે લોકોની અવર જવર ઘટશે અને સંક્રમણ ઓછું થશે. જેથી તમામ વહેપારી મંડળ દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે કે બપોર બાદ તમામ બજારો બંધ કરવા તેમજ આ ર્નિણય ૩૦ એપ્રિલ સુધી માન્ય રહેશે. જેમાં શનિવાર અને રવિવારના દિવસે સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવશે.


બેઠકમાં તમામ એસોસિએશનના પ્રમુખો હાજર હતા તેમજ વહેપારીઓએ પાલિકાને રજુઆત કરી હતી જેમાં વહેપારીઓ એ જણાવ્યું હતું કે, અમે અમારા તમામ ધંધા બંધ કરીયે છીએ તો મોટા મોલ પણ બંધ થવા જાેઈએ કારણ કે ભીડ તો મોલમાં પણ થવાની જેથી સંક્રમણમાં વધારો થવાનો જ જેને લઈને મોલ પણ બંધ થવા જાેઈને અને સ્વૈચ્છિક લોકડાઉનમાં મોટા મોલ પણ ભાગીદાર બને તેવું મહેસાણાના વહેપારીઓ ઇચ્છિ રહ્યા છે.

Follow Me:

Related Posts