fbpx
ગુજરાત

મહેસાણામાં હીટ એન્ડ રનની ઘટનામાં એક વૃદ્ધાનું કરુણ મોત

મહેસાણામાં હીટ એન્ડ રનની ઘટનામાં વૃદ્ધાનું કરુણ મોત થયાની ઘટના બની હતી જેમાં ગોપીનાળા ખેતી બેંક પાસે બનવા પામી હતી. આ ઘટનામાં મૃત્યુ પામનાર વૃદ્ધાનું નામ રસીદાબાનું હોવાનું સામે આવ્યું છે. આ આખી ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થયેલ મુજબ એસટી બસ ચાલકે વૃદ્ધાને અડફેટે લેતા ઘટનાસ્થળ પર જ તેમનું કરુણ મોત નિપજયું હતું. સીસીટીવી ફૂટેજના આધારે મહેસાણા એ.ડિવિઝન પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી છે. વહેલી સવારે એક વૃદ્ધા ચાલીને ગોપીનાળા પાસેથી પસાર થતા હતા દરમ્યાન અકસ્માતનો ભોગ બન્યા. રસ્તા પરથી પસાર થતા અજાણ્યા વાહન ચાલકે વૃદ્ધાને ટક્કર મારી. હિટ એન્ડ રનની આ ઘટનામાં વૃદ્ધાને ગંભીર ઇજાઓ પંહોચી હતી. અને ઘટના સ્થળે જ વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. બનાવની પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળ પર પંહોચી તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts