ગુજરાત

મહેસાણા ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુ – કપાસની ધૂમ આવક, મણના આટલા ભાવ ખેડૂતોને મળ્યા

મહેસાણાના ઉનાવા માર્કેટ યાર્ડમાં સૌથી વધુ તમાકુ અને કપાસની આવક થાય છે .ઉનાવા માર્કેટ યાર્ડ ઉત્તર ગુજરાતના સૌથી વધારે તમાકુંના પાક આવે છે જેમાં રોજની ૫૦ હજારબોરી જેટલો  તમાકુની સરેરાશ આવક નોંધાય છે . હવે આવક ની પિક ચાલું થતાં સિઝન માં રોજ ની ૮૦ હજાર જેટલી આવક આવશે એવો અંદાજાે છે .હાલ આવક માપની હોવાથી ભાવ ૨૧૭૧રૂપિયા નોંધાયો હતો. માર્કેટ યાર્ડ શરૂ થતાની સાથે પાંચમા દિવસે તમાકુની લગભગ ૫૨ હજાર બોરીની આવક નોંધાઇ હતી. તમાકુનાં ઉપરના ભાવથી રૂપિયા ૫૦ થી ૧૫૦ નો વધારો જાેવા મળ્યો હતો. ભાવમાં વધારો થતાં ખેડૂતોમાં ખુશી જાેવા મળી રહી છે. મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત અને રાજસ્થાનથી પણ તમાકુ સહિતનો પાક વેચવા ખેડૂતો ઉમટી પડ્યા હતા.

સપ્તાહ બાદ પુનઃ હરાજી શરૂ થતાં કપાસ , એરંડા, રાયડા અને તમાકુ સહિત પાકોની નોંધપાત્ર આવક રહી હતી. ઉનાવા માર્કેટ યાર્ડના ચેરમેનના જણાવ્યા મુજબ તમાકુની  ૫૧,૯૬૧ બોરીની આવક થઈ છે. જેના હલકા માલના ૮૦૦ રૂપિયા સુધી પ્રતિ મણ તેમજ સારી ગુણવત્તા વાળા માલનાં ૨૧૭૧ રૂપિયા પ્રતિ મણ ભાવ નોધાયો હતો. માર્ચ એન્ડીંગ બાદ ખુલેલા ઉનાવા માર્કેટ યાર્ડમાં પાંચમા દિવસે મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ અને તમાકુ સહિતના પાકો વેચાણ અર્થે લઇને ઉમટી પડ્યા છે .આજ નાં રોજ ઉનાવા માર્કેટિંગ યાર્ડ માં કપાસ ની ૧૯૩૫ મણની આવક નોંધાઇ હતી. કપાસનો નીચો ભાવ રૂપિયા ૧૪૦૦ અને ઊંચો ભાવ ૧૬૯૬ રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો. કપાસના ઊંચા ભાવમાં રૂપિયા ૧૦૦ જેટલો ધટાડો નોંધાયો હતો. સાથે સાથે એરંડાના ભાવ નીચો ૧,૧૭૧ રૂપિયા પ્રતિ મણ અને ઊંચો ભાવ રૂપિયા ૧,૨૨૬ રૂપિયા પ્રતિ મણ નોંધાયો હતો. ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં  એરંડાની આવક ૬૦૩ બોરી નોંધાઇ હતી.

Follow Me:

Related Posts