મહેસાણા-ઊંઝા હાઈવે ઉપર મોટીદાઉ નજીક આવેલા બ્લીસ વોટરપાર્ક સામેના રોડ ઉપર કાર ડિવાઈડર સાથે અથડાતાં સર્જાયેલા ગંભીર અકસ્માતમાં કારચાલક આધેડનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા થતાં મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. વિસનગર તાલુકાના ખરવડા ગામના પ્રભુદાસ પથુભાઈ ચૌધરી અને મહેસાણાના જીજ્ઞેશભાઈ છગનલાલ પ્રજાપતિ વેગનઆર કાર (જીજે ૦૨ એસી ૮૯૫૬) લઈને ગુરૂવારે રાત્રે ઊંઝાથી મહેસાણા આવી રહ્યા હતા, તે દરમિયાન બ્લીસ વોટરપાર્ક સામે રોડ ઉપર ડિવાઈડર સાથે કાર અથડાઇ હતી. આ અકસ્માતમાં કારચાલક પ્રભુદાસ ચૌધરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે જીજ્ઞેશ પ્રજાપતિને ઈજાઓ પહોંચતાં મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતાં પ્રભુદાસ ચૌધરીના ભાઈએ ઘટના સ્થળે પહોંચી પોલીસને જાણ કરી હતી. તેથી પોલીસે સિવિલમાં પીએમ કરાવી લાશ પરિવારજનોને સોંપી હતી. મહેસાણા તાલુકા પોલીસે કારચાલક સામે ગુનો નોંધ્યો હતો.
મહેસાણા-ઊંઝા હાઈવે ઉપર કાર ડિવાઇડર પર ચડી જતાં ચાલકનું મોત

Recent Comments