fbpx
ગુજરાત

મહેસાણા એસઓજીએ દારુના ગુનામાં બે વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો

મહેસાણા એસઓજી પોલીસ સ્ટાફના માણસો ગઈ કાલે વડનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન વડનગર પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર આરોપી દિપક રબારી ઉર્ફે ડુંગરને ઝડપી પાડ્યો હતો.
આરોપી દિપક લખાભાઈ રબારી વિજયનગરના ખેડાસન ગામના ગોપાલક મંડળીનો રહેવાસી છે. જે વિદેશી દારૂના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર હતો. મહેસાણા એસ.ઓ.જી પોલીસને ખાનગી માહિતી મળી હતી કે, આ આરોપી આસમાની કલરનો શર્ટ તેમજ કથ્થઈ કલરનું પેન્ટ પહેરી વિજય નગર ચોકડી ઉપર ઉભો છે. જેથી પોલીસે બાતમીના આધારે તેને પકડી વડનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી સોંપવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts