મહેસાણા જિલ્લામાંથી ગેરકાયદેસર ખનીજનું વહન કરતા ૩ ડમ્પર ઝડપ્યા
મહેસાણા જિલ્લામાં સાદી રેતી સહિતના ખનિજનું ગેરકાયદેસર વહન થતું હોવાની બૂમરાણના પગલે મહેસાણા જિલ્લા મદદનીશ ભુસ્તર શાસ્ત્રી મિત પરમારની સૂચનાથી જિલ્લામાં ત્રણ દિવસ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં રોયલ્ટી ઇન્સપેક્ટર નિસર્ગ ભટ્ટ અને ટીમે ત્રણ દિવસ દરમિયાન ઊંઝામાંથી એક સાદી રેતી અને એક ઓવર લોડેડ ડમ્પર ઝડપ્યા હતા. ત્યારે કડીમાંથી સાદી માટીનું વહન કરતું એક ડમ્પર જપ્ત કર્યું હતું. બંન્ને જગ્યાએથી ખાણ ખનીજ વિભાગે રૂપિયા ૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આ ખનીજ ચોરીમાં સંડોવાયેલા કસૂરવારને નોટીસ આપવાની કાર્યવાહી કરી હતી
.મહેસાણા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર વહન અન્વયે ત્રણ દિવસ દરમિયાન સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ઊંઝામાંથી બે અને કડીમાંથી એક ડમ્પર ઝડપાયું હતું. આ મામલે ખાણ ખનીજ કચેરી દ્વારા કસૂરવાર સામે નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી પગલે ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે.
Recent Comments