મહેસાણા જિલ્લામાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અટકાવવા તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરીમહેસાણા કલેક્ટરે ત્રણ ગાયનેક તબીબ સામે ફરિયાદ નોંધવા હુકમ કર્યો
એક તરફ સરકાર બેટી બચાઓ, બેટી પઢાવોના સૂત્ર સાથે કન્યા કેળવણીની પહેલ કરી રહી છે. બીજી તરફ હજુ પણ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ થતુ હોવાનું સામે આવ્યુ છે. મહેસાણા જિલ્લામાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અટકાવવા તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણા કલેક્ટરે ત્રણ ગાયનેક તબીબ સામે ફરિયાદ નોંધવા હુકમ કર્યો છે. મહેસાણા, વિજાપુર, કડી, ઉંઝા અને વિસનગરમાં ૧૪ જેટલા તબીબના સ્ટિંગ કરાયા હતા. જે પૈકી ત્રણ તબીબના ખુલાસા યોગ્ય જણાયા નથી. કડીના બે સહિત ૩ તબીબ સામે હાલ કાર્યવાહીના આદેશ અપાયા છે. જે બાદ અન્ય તબીબો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. મહેસાણા જિલ્લામાં સ્ત્રી જન્મદર સુધારવા આરોગ્ય તંત્ર સતર્ક થયું છે. મહેસાણામાં હાલમાં એક હજાર દીકરાની સામે ૯૫૦ દીકરીઓનો જ જન્મદર છે.
Recent Comments