fbpx
ગુજરાત

મહેસાણા જિલ્લામાં ૧.૮૫ લાખ હેક્ટરમાં રવિપાકનું વાવેતર

મહેસાણા જિલ્લામાં સૌથી વધુ મહેસાણા તાલુકાની ૩૧ હજાર ૮૭૭ હેક્ટર જમીન અને સૌથી ઓછું વાવેતર જાેટાણા તાલુકાની ૮ હજાર ૯૮૧ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લામાં ખેડૂતો ત્રણ સિઝનમાં પાકનો ઉતારો લેતા હોય છે. જેમાં શિયાળુ, ઉનાળુ અને ચોમાસુ ઋતુ પ્રમાણે જુદાજુદા પાકોની વાવણી ખેડૂતો દ્વારા કરવામાં આવતી હોય છે. વર્તમાન રવિ સિઝનમાં જિલ્લામાં કુલ ૧.૮૫ લાખ હેકટર જમીનમાં વાવેતર કરી ખેડૂતો મબલક ઉતારો લેવાની આશા માંડીને બેઠા છે.

જેમાં સૌથી ઓછી વાવણી જાેટાણા તાલુકામાં માત્ર ૮ હજાર ૯૮૧ હેક્ટર જમીનમાં અને સૌથી વધુ મહેસાણા તાલુકાની ૩૧ હજાર ૮૭૭ હેક્ટર જમીનમાં કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.મહેસાણા જિલ્લામાં રવિ પાકની સિઝન પુરી થવા તરફ જઈ રહી છે. જ્યારે હવે માંડ એકાદ બે પિયત લેવાના બાકી જણાઈ રહ્યા છે ત્યારે ચાલુ વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨માં જિલ્લામાં કુલ ૧.૮૫ લાખ હેક્ટર જમીનમાં રવિ પાકની વાવણી કરવામાં આવી છે.

Follow Me:

Related Posts