ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મહેસાણામાં એક મહિનાના બેથી વધુ વાર ત્રાટકી જુગારધામ અને દારૂના અડ્ઢા ઝડપ્યા હતા. થોડા દિવસ અગાઉ મહેસાણા એ ડિવિઝન પોલીસની હદમાં આવતા ધોબીઘાટ પાસે પોલીસની રહેમ નજર હેઠળ ચાલી રહેલા જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ સ્થાનિક પોલીસ મથકના ૪ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
મહેસાણા ધોબીઘાટ તળાવ અને મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર વચ્ચે ૩ મહિનાથી ધમધમતા વરલી કટકાના જુગાર ક્લબ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના દરોડા બાદ મહેસાણા જિલ્લા પોલીસ વડા ડો પાર્થરાજ સિંહ ગોહિલે મહેસાણા એ ડિવિઝનના બે એએસઆઈ સહિત ચાર પોલીસ કર્મીઓને સસપેન્ડ કર્યાં છે. મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં જુગાર ધામ પકડાયા બાદ સરોવર ચોકીના એએસઆઈ કાનજીભાઈ ભાથીભાઈ દેસાઈ, એએસઆઈ હરિસિંહ ભવાનસિંહ પરમાર, પોલીસ જમાદાર અનિલ દલુંભાઈ ચૌધરી અને પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશ બાબુભાઇ ચૌધરીને સસ્પેન્ડ કરી કરતાં પોલીસ બેડામાં હડકપ મચી ગયો છે.
Recent Comments