મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના તથા બગસરા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના કેસમા નાસતા ફરતા આરોપી ને પકડી પાડતી ધારી પોલીસ સ્ટેશન ટીમ
ભાવનગર રેન્જના આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના તથા અન્ય જીલ્લાઓમાં ગુન્હા કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જેથી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ નાઓએ ગુન્હા આચરી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અમરેલી જીલ્લા પોલીસ ને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ના.પો.અધિ. શ્રી.એચ.બી.વોરાસાહેબ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલાવારા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ
ધારી પો.ઇન્સ શ્રી એ.એમ દેસાઇ નાઓની રાહબારી હેઠળ તથા પો.સબ.ઇન્સ શ્રી એચ.જી.મારૂના તથા ધારી પો.સ્ટેની સર્વેલન્સ ટીમે તથા પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલીગ દરમ્યાન મળેલ ચોકકસ બાતમી આધારે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.રનં ૧૧૨૦૬૦૪૩૨૩૦૫૯૨/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫(એ)(ઇ), ૮૧ મુજબ તથા બગસરા પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.રનં ૧૧૧૯૩૦૦૯૨૩૦૦૧૬૧/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫(એ)(ઇ),૧૧૬(બી),૮૧ મુજબ અલગ-અલગ ગુન્હાઓ આચરી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય જેથી બાતમી હકિકત આધારે ધારી પો.સ્ટેની સર્વેલન્સ ટીમ દ્વારા ધારી પો.સ્ટે ના માલસીકા ગામે બાળમંદિર પાસેથી આરોપીને પકડી પાડવામાં આવેલ
પકડાયેલ આરોપીની વિગત:- (૧) રવિરાજ ઉર્ફે રવિ બદરુભાઇ વાળા ઉ.વ.૨૩ ધંધો,ખેતી રહે.માલસીકા તા.ધારી જી.અમરેલી
આ કામગીરી પો.ઇન્સ શ્રી એ.એમ.દેસાઇનાઓની રાહબારી હેઠળ તથા પો.સબ.ઇન્સ શ્રી એચ.જી.મારૂના તથા સર્વેલન્સ ટીમ ના હેડ.કોન્સ મનુભાઇ આર.માંગાણી તથા પો કોન્સ રાકુભાઇ એ.કહોર તથા પો.કોન્સ આલીંગભાઇ સી. વાળા તથા હેઙ.કોન્સ શીવાભાઇ કે. મકવાણા તથા પો.કોન્સ નીલેશભાઇ ડી. ડાંગર દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments