fbpx
ગુજરાત

મહેસાણા – પાટણ વચ્ચે ઈલેક્ટ્‌ીક પ્રથમ ટ્રેનનું પરીક્ષણ થયું

પાટણની વર્ષો જૂની મીટરગેજ લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર કર્યા બાદ પાટણથી કાંસા-ભીલડી થઈ રાજસ્થાનને જાેડવાની માંગ પૂર્ણ થયા બાદ મહેસાણા-પાલનપુર રેલવે ટ્રેક પર દોડતી ટ્રેનોનું ભારણ ઘટાડવા મહેસાણા-પાટણ-કાંસા-ભીલડી લાઈનનું વીજળીકરણ કરવાના કામને ગત રેલવે બજેટમાં મંજૂર કરવામાં આવ્યું હતું. તેમજ અંદાજે રૂ. ૧૦૬ કરોડના ખર્ચે ૯૧ કિલોમીટરની આ રેલવે લાઈન પર યુદ્ધના ધોરણે ઇલેક્ટ્રીક પોલ અને વીજતાર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

૯૧ કિલોમીટરની આ લાંબી લાઈન ઉપર મહેસાણા-પાટણ વચ્ચે નું કામ પૂર્ણ થતાં પશ્ચિમ રેલવેના ડીઆરએમ તરુણ જૈન , સી.આર.એસની ટીમ સાથે પાટણ આવ્યા હતા અને આ ઇલેક્ટ્રીક લાઈનનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ રેલવેના અધિકારીઓએ એન્જિનની વિધિવત રીતે પૂજા કર્યા બાદ ટ્રાયલના ભાગરૂપે ઈલેક્ટ્રીક એન્જિન સાથે દસ કોચની પરીક્ષણ ટ્રેન પાટણ-મહેસાણા વચ્ચે દોડાવી હતી. સીઆરએસના ૧૦૦થી વધુ કર્મચારીઓ અને રેલવેના અધિકારીઓ સાથેની ટીમ પાટણ રેલ્વે સ્ટેશને આવી પહોંચતા ભારે ચહલપહલ જાેવા મળી હતી.

પાટણના ડ્રીમ પ્રોજેક્ટ સમાન મહેસાણા-પાટણ-કાંસા-ભીલડી રેલવે લાઈનનું મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર કર્યા બાદ મહેસાણાથી પાટણ સુધીના રેલવે ટ્રેક ઉપર ગઈકાલે ગુરુવારે પશ્ચિમ રેલવેના ડીઆરએમ તરુણ જૈન સહિતના અધિકારીઓ-કર્મચારીઓની ટીમે ઈલેકટ્રીક લાઈનનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ નિરીક્ષણના ભાગરૂપે ઈલેક્ટ્રીક એન્જિન અને ૧૦ કોચ સાથેની પ્રથમ ટ્રેન પાટણથી મહેસાણા વચ્ચે દોડાવાઈ હતી.

Follow Me:

Related Posts