ગુજરાત

મહેસાણા પોલીસની મોટી સફળતાઃ ૬ મહિનામાં ગુમ થયેલા ૬૫ બાળકો શોધી કાઢ્યા

મહેસાણા જિલ્લામાં અનેક બાળકો ગુમ થાય છે. ત્યારે છેલ્લા ૬ માસના સમયગળામાં ગુમ થયેલ ૬૫ બાળકો શોધી પોલીસે સરાહનીય કામગીરી કરી છે. પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર રેન્જ અને મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા જિલ્લામાં ગુમ થયેલા બાળકોને શોધવા સ્પેશ્યલ ડ્રાઈવ રાખવામાં આવતી હતી. જેમાં આ તમામ બાળકો શોધવામાં આવ્યા છે.

ડ્રાઈવ દરમ્યાન મહેસાણા જિલ્લા પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા છેલ્લા છ માસમાં ૦ થી ૧૪ વર્ષના કુલ ૭ બાળકો મળી આવ્યા છે. તેમજ ૧૫ થી ૧૮ વર્ષની ૫૮ કિશોરી મળી કુલ ૬૫ બાળકોને શોધી કાઢવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં રાજસ્થાન, યુપી, બિહાર અને મધ્યપ્રદેશમાંથી અપહરણ કરાયેલ બાળકોને શોધી કાઢવામાં મહેસાણા પોલીસને સફળતા મળી છે. સાથે જ ૭૦ જેટલા અપહરણના ગુનામાં સંડોવાયેલ આરોપીની અલગ અલગ સમયે અટકાયત પણ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, આટલી નાની વયના બાળકો ગુમ થતા તેમના વાલીઓ ખૂબ ચિંતિત થતા હોય છે. દરમ્યાન આવા ગુમ બાળકોને ઝડપથી શોધી ગુમ બાળકોના વાલીઓની ચિંતા દુર કરવામાં પોલીસ મદદરૂપ થઇ છે.

Follow Me:

Related Posts