મહેસાણા જિલ્લામાં સતત ચોરીની ઘટનાઓ બની રહી છે. તસ્કરોએ હવે સાંસદની ઓફિસને નિશાન બનાવી છે. ઓફિસમાં ત્રાટકેલા તસ્કરોને કિંમતી વસ્તુ ન મળતા ઓફિસમાં લાગેલા બે એસી, નળ અને ૨૫ ખુરશીની ચોરી કરીને લઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સમગ્ર ચોરીની ઘટના બાદ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તસ્કરો આગળના દરવાજેથી આવ્યા હોય અંદર જારીને લોક કરી દીધું હતું.ત્યારબાદ અલગ અલગ રૂમોમાં ચોરી કરી પાછળના દરવાજે થી બધો સામાન લઇ રફુચક્કર થઈ ગયા હોવાનું હાલના અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.ત્યારે મહેસાણા સાંસદ શારદાબેન ની ઓફિસમાં ચોરી થતા સમગ્ર મહેસાણા શહેરમાં આ ચર્ચાએ જાેર પકડ્યું છે.
Recent Comments